તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:આણંદ જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત, આજે નવા 25 કેસ નોંધાતા એક્ટિવ કેસની સંખ્યા 175 થઈ

આણંદ6 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • જિલ્લામાં છેલ્લા 3 દિવસ દરમિયાન 36000 થી વધુ લોકોને રસી અપાઈ
 • સૌથી વધુ આણંદ તાલુકામાં 45,427 સિનિયર સિટીઝનોએ કોરોનાની રસી લીધી
 • સંક્રમણ થી બચાવવા સૌથી વધુ અસરકારક શસ્ત્ર વેકસીનેશન છે:જિલ્લા આરોગ્ય અધિકારી

આણંદ જિલ્લામાં કોરોના કાળઝાળ રીતે વધી રહ્યો છે.કોરોના સંક્રમિતોનો આંકડો સતત વૃધ્ધિ પામી રહ્યો છે.શંકાસ્પદ કોરોના કેસનો તો જાણે જિલ્લામાં રાફડો ફાટ્યો છે.કોરોના સંક્રમિતો ની દયનિય સ્થિતિ અને શંકાસ્પદ કોરોના દર્દીઓના મોતના આંકડાએ લોકદહેશત ઉભી કરી છે.કોરોના ના વધતા સંક્રમણ ને નાથવા આણંદ જિલ્લાની ગ્રામ પંચાયતો અને નગરપાલિકાઓ સ્વૈચ્છિક લોકડાઉન અને જનતા કરફ્યુ નો માર્ગ અપનાવી રહી છે.

આણંદ જિલ્લા આરોગ્ય વિભાગની કોરોનાની સત્તાવાર યાદી અનુસાર કોરોના સંક્રમણ ની સ્થિતિ જોઈએ તો ગઈકાલે 29ની તુલનાએ આજે 25 જેટલા પોઝિટવ દર્દીઓ નોંધાયા છે. આ સાથે જ કુલ આંકડો 3139 થી વધી 3164 સુધી પહોંચ્યો છે. જેમાંથી 2972 ને સારવાર બાદ સારું થઈ જતાં તેમને રજા આપી દેવામાં આવી હતી. કોરોનાથી અત્યાર સુધીમાં 17 દર્દીઓના મોત થયા છે.

આણંદ જિલ્લામાં હાલ 175 દર્દીઓ સારવાર હેઠળ છે.જેમાંથી 163 ની હાલત સ્થિર છે જ્યારે આજે 12 દર્દીઓને ઓક્સિજન પર રાખીને સારવાર કરવામાં આવી રહી છે. 97 દર્દીઓ કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પીટલમાં, 15 અંજલિમાં, 5 આણંદની જનરલ હોસ્પીટલમાં, 7 સિવિલ હોસ્પીટલ પેટલાદમાં અને 10 દર્દીઓ હોમઆઈસોલેશનમાં સારવાર લઈ રહ્યા છે.

જિલ્લાની કોવિડ માન્ય ખાનગી હોસ્પિટલમાં 41 દર્દીઓ સારવાર હેઠળ છે.જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા વેકસીનેશન પોગ્રામને વધુ અસરકારક રીતે છેવાડાના નાગરિક સુધી પહોંચાડવા 220 થી વધુ સ્થળો નિશ્ચિત કરી કામગીરી થઈ રહી છે.

જિલ્લા આરોગ્ય અધિકારી ડો.એમ.ટી.છારીના મતે કપરી કોરોના પરિસ્થિતિ સામે નાગરિકો સામે કાનૂની કે અન્ય સખ્તાઈના પગલાં ભરવા કરતા પણ જનજીવન ને કોરોના સંક્રમણ થી બચાવવા સૌથી વધુ અસરકારક શસ્ત્ર વેકસીનેશન છે.છેલ્લા ત્રણ દિવસમાં 36,641લોકોને વેકસીનેટ કરાયા છે.આણંદ જિલ્લાના આઠ તાલુકામાં 1,42,226 સિનિયર સિટીઝનોને કોરોનાની રસી અપાઇ આણંદ તાલુકામાં 45,427 સૌથી વધુ સિનિયર સિટીઝનોએ કોરોનાની રસી લીધી છે.

રાજ્યભરમાં 1અપ્રિલ 2021 થી 45 વર્ષથી વધુ વયનાં તમામ નાગરીકો ને કોરોનાની રસી આપવાની શરૂઆત કરવામાં આવી છે.31 માર્ચના આંકડા મુજબ 2,39,538 લોકાએ વેકસીનેશન કરાયું હતું જે 3 એપ્રિલ ના રોજ 2,76,179 સુધી એટલે કે ત્રણ દિવસમાં સરેરાશ દૈનિક 12000 નાગરિકોને વેકસીનેશન કરાઈ રહયુ છે.

આણંદ જીલ્લા માં FLW કુલ 17,664 ને પ્રથમ ડોઝ અને 7,346 ને બીજો ડોઝ, HCW કુલ 15434 ને પ્રથમ ડોઝ અને 11053 ને બીજો ડોઝ તેમજ 45 થી વધુ ઉંમર ના નગરિકો ને કુલ 2,20,259 ને પ્રથમ ડોઝ, 3920 ને બીજો ડોઝ સાથે કુલ 2,76,179ને કોરોનાની રસી ના ડોઝ આપવવામાં આવેલ છે.

આણંદ જિલ્લાના 8(આઠ) તાલુકામાં 60 વર્ષથી મોટી ઉંમરના 2,10,264 લોકો છે. આ સિનિયર સિટીઝનોને કોરોનાની રસી મળી રહે તે માટે આણંદ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા 1 માર્ચથી સિનિયર સિટીઝનોને કોરોનાની રસી આપવામાં આવી રહી છે. જેમાં અત્યાર સુધીમાં એટલે કે તા.3 એપ્રીલ સુધીમાં 1,42,226 સિનિયર સિટીઝનોને કોરોનાની રસીનો પ્રથમ ડોઝ અપાઇ ગયો છે. જ્યારે બાકીના સિનિયર સિટીઝનોને કોરોનાની રસી આપવાની કામગીરી ચાલુ છે.

સૌથી વધુ આણંદ તાલુકામાં 45,427 સિનિયર સિટીઝનોએ કોરોનાની રસી લીધી છે. જ્યારે આંકલાવ તાલુકામાં 10,949 ,બોરસદ તાલુકામાં 18,848,ખંભાત તાલુકામાં 20,565, તારાપુર તાલુકામાં 4,198,પેટલાદ તાલુકામાં 24,848, સોજીત્રા તાલુકા માં 6,483 અને ઉમરેઠ તાલુકામાં 10,910 સિનિયર સિટીઝનોને કોરોનાની રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે.

જયારે આણંદ જિલ્લામાં અગાઉ આરોગ્ય, પોલીસ, આઇ.સી.ડી.એસ, નગરપાલિકા, રેવન્યુ પંચાયત અને શિક્ષણ વિભાગના કર્મચારીઓ મળી 31,192 અધિકારી-કર્મચારીઓને કોરોનાની પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો તે પૈકી અધિકારીઓ-કર્મચારીઓને જિલ્લાની વિવિધ 22 શાખાઓ દ્વારા રસીકરણની 75 ટકા જેટલી કામગીરી પુર્ણ કરવામાં આવી છે. આમ, આણંદ જિલ્લો કોરોના રસીકરણની કામગીરીમાં અગ્રેસર રહ્યો છે.

ડો. એમ.ટી. છારીએ જિલ્લાના હજુ પણ 45 વર્ષથી વધુ વય ધરાવતા હોય તેઓને કોરોનાની રસી મૂકાવી દેવાની અપીલ કરી આ રસીકરણમાં જનતાનો પૂર્ણ સહયોગ અને સહકાર મળશે તેવી આશા વ્યકત કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો