તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:આણંદ જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત, આજે નવા 25 કેસ નોંધાતા એક્ટિવ કેસની સંખ્યા 157 થઈ

આણંદ5 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • જિલ્લાની કોવિડ માન્ય ખાનગી હોસ્પિટલમાં 41 દર્દીઓ સારવાર હેઠળ

આંણદ માં કોરોના કહેર સતત વૃદ્ધિ પામી રહ્યો છે.દિન પ્રતિદિન વધતા સંક્રમિતોના આંકડા અને શંકાસ્પદ કોરોના દર્દીઓના થતા મૃત્યુ આંક જિલ્લાની ભયાવહ સ્થિતિ જણાવી રહ્યા છે.જોકે કોરોના વેકસીનેશન ના સ્થિતિ પણ પ્રતિદિન વૃદ્ધિ પામી રહી છે.

આણંદ જિલ્લા આરોગ્ય વિભાગની કોરોનાની સત્તાવાર યાદી અનુસાર કોરોના સંક્રમણની સ્થિતિ જોઈએ તો આજે 25 જેટલા પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે. આ સાથે જ કુલ આંકડો 3164 થી વધી 3189 સુધી પહોંચ્યો છે. જેમાંથી 3015 ને સારવાર બાદ સારું થઈ જતાં તેમને રજા આપી દેવામાં આવી હતી. કોરોનાથી અત્યાર સુધીમાં 17 દર્દીઓના મોત થયા છે. જોકે વેક્સિનેશનની કામગીરી પણ આણંદ જિલ્લામાં ખૂબ જોરશોરથી થઈ રહી છે.

આણંદ જિલ્લામાં હાલ 157 દર્દીઓ સારવાર હેઠળ છે. જેમાંથી 147 ની હાલત સ્થિર છે. જ્યારે આજે 10 દર્દીઓને ઓક્સિજન પર રાખીને સારવાર કરવામાં આવી રહી છે. 83 દર્દીઓ કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પીટલમાં, 11 અંજલિમાં, 5 આણંદની જનરલ હોસ્પીટલમાં, 7 સિવિલ હોસ્પીટલ પેટલાદમાં અને 10 દર્દીઓ હોમઆઈસોલેશનમાં સારવાર લઈ રહ્યા છે.

જિલ્લાની કોવિડ માન્ય ખાનગી હોસ્પિટલમાં 41 દર્દીઓ સારવાર હેઠળ છે. જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા વેક્સિનેશન પ્રોગ્રામને વધુ અસરકારક રીતે છેવાડાના નાગરિક સુધી પહોંચાડવા 220 થી વધુ સ્થળો નિશ્ચિત કરી કામગીરી થઈ રહી છે. મહત્વનું છે કે જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા દૈનિક 12,000 થી વધુ નાગરિકોને વેક્સિનેટ કરાઈ રહ્યાં છે. આ કામગીરીમાં તંત્ર દ્વારા ધાર્મિક, શૈક્ષણિક અને સેવાભાવી સંસ્થાઓનો સહયોગ લઈ જનજાગૃતિ થકી વેક્સિનેશન કામગીરી વધારવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો