તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:આણંદ જિલ્લામાં કોરોના સંક્રમણમાં ઘટાડો યથાવત, આજે નવા 29 કેસ,

આણંદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં એક્ટિવ કેસનો આંક ઘટીને 363 પર પહોંચ્યો
  • આજે 2237 લોકોનું રસીકરણ કરવામા આવ્યું

આણંદ જિલ્લામાં બે મહિનામાં કોરોનાએ કહેર મચાવ્યા બાદ હાલ હારી રહ્યો હોવાનું જણાઈ આવ્યું છે.આજે જિલ્લામાં નવા કેસોમાં ધરખમ ઘટાડો નોંધાતા સંક્રમિતો નો આંકડો 29 એ પહોંચ્યો છે.ખાનગી હોસ્પિટલમાં આજના આંકડા મુજબ 339 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. જે દર્શાવે છે કે દર્દીઓની ખાનગી હોસ્પિટલના કેસો પણ ઘટી રહ્યા છે.આણંદ જિલ્લામાં નોંધાયેલ કોરોનાના એક્ટિવ કેસ 363 છે.જિલ્લામાં શરૂ થયેલ રસીકરણમાં આરોગ્ય તંત્રની નબળી કામગીરી સામે આવી છે.આજે જિલ્લામાં માત્ર 1846 નાગરિકોનું રસીકરણ કરાયું છે.

આણંદ જિલ્લા આરોગ્ય વિભાગની કોરોનાની સત્તાવાર યાદી અનુસાર કોરોના સંક્રમણની સ્થિતિ જોઈએ તો આજે 29 જેટલા પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે.દૈનિક સંક્રમિતોની ઘટતી સંખ્યા ને લઈ સરકારી તંત્રમાં હાશકારો વ્યાપી રહ્યો છે.જોકે પ્રજા માટે હરખવા જેવી બાબત નથી જો સાવચેતી હટી તો દુર્ઘટના ઘટી ઉક્તિ અનુસાર ફરી તકલીફોનો સામનો કરવો પડી શકે તેમ છે.આ સાથે જ દર્દીઓનો કુલ આંકડો 9383 સુધી પહોંચ્યો છે. જેમાંથી અત્યાર સુધી 8973 ને સારવાર બાદ સારું થઈ જતાં તેમને રજા આપી દેવામાં આવી છે. કોરોના થી મૃત્યુ પામેલ દર્દીઓનો અત્યાર સુધીનો મૃત્યુઆંક 47 નોંધાયો છે.

આણંદ જિલ્લામાં હાલ 363 દર્દીઓ સારવાર હેઠળ છે. જેમાંથી 112 ની હાલત સ્થિર છે.212 દર્દીઓને ઓક્સિજન પર રાખીને સારવાર કરવામાં આવી રહી છે. 14 દર્દીઓ બાયપેય ઉપર અને 10 દર્દી વેન્ટિલેટર ઉપર સારવાર લઈ રહ્યા છે.154દર્દીઓ કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પીટલમાં, 10અંજલિમાં, 11 આણંદની જનરલ હોસ્પિટલમાં, 18 સિવિલ હોસ્પિટલ પેટલાદમાં સહિત જિલ્લાની અન્ય કોવિડ માન્ય તમામ ખાનગી હોસ્પિટલમાં આજે 339 દર્દીઓ સારવાર હેઠળ છે.24 દર્દીઓ હોમ આઈસોલેશનમાં સારવાર લઈ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...