મતદાન જાગૃતિ:આણંદ જિલ્લામાં મતદાન જાગૃતિ અર્થે 30થી વધારે કોલેજોના વિદ્યાર્થીઓએ ભવાઈ તેમજ શેરી નાટક કરી સંદેશ આપ્યો

આણંદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી અંતર્ગત આણંદ જિલ્લાની તમામ વિધાનસભા મતદાર વિભાગની ચૂંટણી સંદર્ભે બીજા તબક્કામાં આગામી તા. 5 મી ડીસેમ્બરના રોજ મતદાન થનાર છે. જેને ધ્યાને લઈ આણંદ જિલ્લાના સબંધિત મતદાર વિભાગોમાં રહેલા મતદારોમાં મતદાન જાગૃતિ વધે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર ડી. એસ. ગઢવીના માર્ગદર્શન હેઠળ આણંદના અધિક નિવાસી કલેક્ટર કેતકી વ્યાસ અને નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી તેમજ સ્વીપના નોડલ અધિકારી અને આણંદ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા આણંદ જિલ્લાના તમામ મતદાર વિભાગોમાં મતદાર જાગૃતિ અર્થે અનેકવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહયાં છે.

સ્વીપ અંતર્ગત જિલ્લામાં મતદાર જાગૃતિ અર્થે હાથ ધરાઈ રહેલા કાર્યક્રમો અન્વયે તાજેતરમાં આણંદ જિલ્લાની 30 કરતાં વધારે કોલેજોની યુવાઓની સરેરાશ 3 થી 5 ટીમોએ કોલેજ તેમજ તેની આસપાસના વિસ્તારોમાં જઈને મતદાર જાગૃતિ અર્થે ભવાઈ તેમજ શેરી નાટક રજુ કરી મતદારો સુધી મતદાનના દિને અવશ્ય મતદાન કરવાનો સંદેશો પહોંચાડયો હતો.નોંધનિય છે કે, મતદાર જાગૃતિના આ કાર્યમાં જિલ્લાની 30 થી વધુ કોલેજની પ્રત્યેક કોલેજ દિઠ 3 થી 5 ટીમના 880 જેટલા યુવાઓ જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...