તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઓફલાઇન શિક્ષણ શરૂ:આણંદ જિલ્લામાં ધો. 6 થી 8ના 1.04 લાખ બાળકોનું ગુરૂવારથી ઓફલાઇન શિક્ષણ શરૂ

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આણંદ જિલ્લામાં 98 ટકા શિક્ષકોઅે વેક્સિનના બંને ડોઝ લીધા છે
  • સરકારી શાળાઓમાં 71 હજાર અને ખાનગીમાં 33 હજાર બાળકોની સંખ્યા

આણંદ જિલ્લામાં આગામી 2જી સપ્ટેમ્બરના રોજથી ધો-6,7,અને 8 માં 14 માસ બાદ બીજી વખત ઓફ લાઇન શિક્ષણ શરૂ થઇ રહ્યું છે. જેમાં જિલ્લાની સરકારી અને ખાનગી સ્કુલો મળીને કુલ 1.04 લાખ વિદ્યાર્થીઓને ઓફ લાઇન શિક્ષણ આપવા માટે શાળા સંચાલકોએ તૈયારી આરંભી દીધી છે. દરેક વર્ગમાં કોવિડના નિયમો પાલન સાથે 50 ટકા વિદ્યાર્થીઓ સાથે ગુરૂવારથી ઓફ લાઇન શિક્ષણ અપાશે.

આણંદ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના કાર્યકારી પ્રમુખ વિક્રમસિંહ મહિડાએ જણાવ્યું હતું કે, 543 શાળાઓ 71 હજાર વિદ્યાર્થીઓને ઓફ લાઇન અભ્યાસ માટેની તૈયારી કરી દીધી છે. એસઓપીના નિયમ અનુસાર દરેક શાળામાં સેન્ટેટાઝર, માસ્ક ની વ્યવસ્થા કરવામાં આવી છે. દરેક બાળકોને શાળામાં માસ્ક પહેરીને મોકલવા માટે વાલીઓને જણાવાયું છે. તેમ છતાં કોઇ બાળક માસ્ક વગર આવશે તો તેને શાળામાંથી માસ્ક અપાશે.

આ ઉપરંત 80 વધુ ખાનગી શાળાઓ 33 હજાર ઉપરાંત વિદ્યાર્થીઓધો 6 થી 8નો ઓફ લાઇન અભ્યાસ શરૂ કરવાની જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સુચના આપી છે. જયારે 98 ટકા શિક્ષકોને વેક્સિનના બંને ડોઝ લીધા છે. બિમારી કે અન્ય કોઇ કારણો સર માત્ર 2 ટકા શિક્ષકોએ રસી લીધી ન હોવાનું આધારભૂત સૂત્રોએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...