કામગીરી:આણંદ જિલ્લામાં 2 દિવસમાં માત્ર 540 લોકોએ પ્રિકોશન ડોઝ લીધા

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોવિશિલ્ડનો જથ્થો મંગાવ્યો છે, જે આવતાં વેક્સિનની કામગીરી તેજ બનશે

આણંદ જિલ્લામાં 19.50 લાખ લોકોએ વેક્સિન બંને ડોઝ લીધો છે. જેમાંથી કોવિડસિલ્ડ 17.10 લાખ લોકોને આપવામાં આવી છે. જેથી આ તમામ લોકોને કોવિડસિલ્ડનો બુસ્ટ ડોઝ આપવો પડે તેમ છે. જયારે કોવેક્સિન માત્ર 2.40 લાખ લોકોને આપવામાં આવી છે.જેમાં મોટાભાગના વિદ્યાર્થીઓ છે. જેથી હાલમાં 3500 જેટલા કોવેક્સિન આવી છે.

પરંતુ બુસ્ટ ડોઝ લેવા આવતાં મોટાભાગના લોકોને કોવિડસિલ્ડ લીધી હોવાથી પરંતુ જવું પડે છે. આણંદ જિલ્લા આરોગ્ય વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર તમામ પીએચસી પર કોવેક્સિનનો જથ્થો પહોંચાડી દીધો છે.જેમાં બે દિવસ દરમિયાન 540 લોકોને કોવેક્સિનનો બુસ્ટ ડોઝ આપવામાં આવ્યાં છે. જયારે કોવિડસિલ્ડના ડોઝ આવતાં વેક્સિન કામગીરી ગતિ પકડશે.

શંકાસ્પદ 430ના ટેસ્ટ કરાયાં
આણંદ જિલ્લામાં સોમવારે 2560 દર્દીઓને તપાસીને જરૂરી દવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં શંકાસ્પદ 430 દર્દીઓને લક્ષણો જણતાં કોરોના ટેસ્ટ કરવામાં આવ્યાં છે.જેમાં 271 દર્દીઓના આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવ્યાં છે. જયારે બાકીને એન્ડીજન્સી ટેસ્ટ કરાયાં છે. ખંભાત શહેરમાં સર્વે કામગીરી દરમિયાન શંકાસ્પદ કેસ જોવા મળ્યાં નથી

અન્ય સમાચારો પણ છે...