તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
આણંદ જિલ્લામાં કોરોના વેક્સિન માટે કુલ 4.74 લાખ લોકોએ નોંધણી કરાવી હતી. વેક્સિન આવવાની હતી ત્યારે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. પરંતુ 16મી જાન્યુઆરી વેક્સિનની કામગીરીનો પ્રારંભ થતાં પહેલા દિવસે 64 ટકા વેક્સિનની કામગીરી નોંધાઇ હતી,બીજી દિવસે 84 ટકા ઉપરાંત તો કેટલાંક કેન્દ્રો 150 ટકા ઉપરાંત વેકિસન મુકાવી હતી પરંતુ વેક્સિન મુકાયા બાદ જિલ્લામાં કેટલાં ક લોકોને આટઅસર જોવા મળી હતી. જેના કારણે વેક્સિન મુકવામાં લોકોએ ધીમે ધીમે નિરસતા દાખવતા જોવા મળ્યા છે.
ચાલુ સપ્તાહમાં જિલ્લામાં માત્ર 25 થી 36 ટકા જેટલું રસી કરણ થઇ રહ્યું છે. સૌથી ચિંતાની વાતએ છે કે સરકારી કર્મચારીઓ રસી મુકવામાં રસ દાખવતા નથી. જિલ્લામાં નોંધાયેલા સરકારી ફ્રન્ટલાઇન વર્કર 34576નોંધાયા છે. તેમાંથી અત્યાર સુધીમાં માંડ 4 હજાર ઉપરાંત સરકારી કર્મચારીઓ રસી મુકાવી છે. આમ અત્યાર સુધીમાં માત્ર 11 ટકા જેટલું રસી કરણ થયું છે.
આણંદ જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા ગત ડિસેમ્બર 50 થી ઉપરના ,ગંભીર બિમારી ધરાવતા ,હેલ્થ વર્કરો અને ફ્રન્ટલાઇન વર્કરોની વેક્સિન માટે નોંધણી ઝુંબેશ હાથધરવામાં આવી હતી.જેમાં કુલ 4,73,987લાખ લોકોએ નોંધણી કરવાની છે. જેમાં 16635 હેલ્થવર્કર, ફ્રન્ટલાઇનવર્કર 34576, 50વર્ષથી ઉપરના 4,17,761 તથા ગંભીર બિમારી ધરાવતા 5015 મળીને કુલ 4,73,987 લોકોએ નોંધણી કરાવી હતી. ગત 16 મી જાન્યુઆરી થી જિલ્લામાં વેક્સિનની કામગીરી જરૂરીયાત મુજબ જિલ્લાના 11 વધુ રસીકરણ કેન્દ્ર પર રસી મુકવામાં આવી રહી છે. હાલમા ં14 કેન્દ્ર પર રસી કરણની કામગીરી સપ્તાહમાં ચારવખત હાથધરવામાં આવે છે.
જો કે એક સપ્તાહ અગાઉ વેક્સિન મુકાવ્યા બાદ 3 એક પોલીસ કર્મીઓને આડઅસર થઇ હતી.તેમજ વડોદરા શહેરમા રસી મુકાનાર એક યુવકનું મોત નિપજયું હતું. જેના કારણે લોકોમાં વેક્સિન અંગે અનેક ભ્રમણા જોવા મળ ેછે હાલમાં વેક્સિનને કારણે માથું દુઃખવું,તાવ આવવો અને શરીર દુઃ ખાવો થવો તેવી સામાન્ય અસર જોવા મળે છે 100 એકાદ કિસામાં વેક્સિનની ગંભીર અસર જોવા મળે છે .તેમ છતાં લોકો વેક્સિન મુકાવતા ડરી રહ્યાં છે.તેના કારણે આણંદ જિલ્લામાં વેક્સિન કામગીરી ધીમ ગતિએ ચાલી રહી છે.
તો વળી કેટલાંક કેન્દ્ર પર દિવસના 5 સરકારી કર્મચારી વેક્સિન મુકાવવા માટે આવે છે.જેના કારણે આખો દિવસ વેક્સિનની કામગીરીમાં રોકાયેલા સ્ટાફને બેસી રહેવાનો વખત આવે છે. તો વળી કેટલાંક સમાજ લોકો દ્વારા સોશિયલ મીડિયામાં વેક્સિન વિશેષ વિવિધ લખાણો અને પત્રિકા ફરતી કરવામાં આવે છે. તેની અસર પણ આણંદ જિલ્લા શિક્ષતી વર્ગમાં જોવા મળી રહી છે. જયારે આરોગ્ય વિભાગ સૂત્રો જણાવ્યુ ંહતું કે વેકિસનની દરેક વ્યકિતએ મુકાવી જોઇએ ભવિષ્યમાં કોરોના મુકત થઇ જવવું જોઇએ, રસીની કોઇ આડ અસર નથી, માત્ર સામાન્ય તાવ આવવો, માથું દુઃખવા સિવાય અન્ય કો લક્ષણો જોવા મળ્યા નથી.
શનિવાર રાત સુધીમાં 8 તાલુકામાં માત્ર 15 ટકા લોકોએ રસી મુકાવી
તાલુકો | મુકાવનારની સંખ્યા |
આણંદ | 5980 |
આંકલાવ | 619 |
બોરસદ | 2290 |
ખંભાત | 1617 |
તારાપુર | 560 |
પેટલાદ | 2427 |
સોજીત્ર | 593 |
ઉમરેઠ | 1139 |
કુલ | 15585 |
પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.