તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:આણંદ જિલ્લામાં કોરોના કાબુમાં, આજે નવા માત્ર 05 જ કેસ, 47 એક્ટિવ કેસ, નવ હજારથી વધુ નાગરિકોનું રસીકરણ કરાયું

આણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 18 દર્દીઓને ઓક્સિજન પર, 04 દર્દીઓ બાયપેય ઉપર અને 04 દર્દી વેન્ટિલેટર ઉપર સારવાર લઈ રહ્યા છે
  • આજે 28 દર્દીઓ સાજા થઈ ઘરે પરત ફર્યા

આણંદ જિલ્લામાં બે મહિનામાં કોરોનાએ કહેર મચાવ્યા બાદ હાલ હારી થાકી રહ્યો હોવાનું જણાઈ આવ્યું છે. આજે જિલ્લામાં નવા કેસોમાં નહિવત નોંધાતા સંક્રમિતોનો આંકડો માત્ર 05એ અટક્યો છે. જ્યારે 28 દર્દીઓ સાજા થઈ ઘરે પરત ફર્યા છે. ખાનગી હોસ્પિટલમાં આજના આંકડા મુજબ 42 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. જે દર્શાવે છે કે, દર્દીઓની ખાનગી હોસ્પિટલના કેસો પણ ઘટી રહ્યા છે. આણંદ જિલ્લામાં નોંધાયેલ કોરોનાના એક્ટિવ કેસ 47 છે. જિલ્લામાં શરૂ થયેલા રસીકરણમાં આરોગ્ય તંત્રની કામગીરી સુપેરે થઇ રહી છે. જિલ્લામાં 18થી 44 વર્ષના નાગરિકોનું રસીકરણનો પ્રારંભ થઈ ગયો હોઇ આજે કુલ 10 હજાર 689 નાગરિકોનું રસીકરણ કરાયું છે.

આણંદ જિલ્લા આરોગ્ય વિભાગની કોરોનાની સત્તાવાર યાદી અનુસાર કોરોના સંક્રમણની સ્થિતિ જોઈએ તો આજે માત્ર 05 જેટલા જ પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે. દૈનિક સંક્રમિતોની ઘટતી અને સંખ્યાને લઈ સરકારી તંત્રમાં હાશકારો વ્યાપી રહ્યો છે. જોકે, પ્રજા માટે હરખવા જેવી બાબત નથી જો સાવચેતી હટી તો દુર્ઘટના ઘટી ઉક્તિ અનુસાર ફરી તકલીફોનો સામનો કરવો પડી શકે તેમ છે. આ સાથે જ દર્દીઓનો કુલ આંકડો 9 હજાર 543 સુધી પહોંચ્યો છે. જેમાંથી અત્યાર સુધી 9 હજાર 449ને સારવાર બાદ સારું થઈ જતાં તેમને રજા આપી દેવામાં આવી છે. કોરોનાથી મૃત્યુ પામેલા દર્દીઓનો અત્યાર સુધીનો મૃત્યુઆંક 47 નોંધાયો છે.

આણંદ જિલ્લામાં હાલ 47 દર્દીઓ સારવાર હેઠળ છે. જેમાંથી 21ની હાલત સ્થિર છે. 18 દર્દીઓને ઓક્સિજન પર રાખીને સારવાર કરવામાં આવી રહી છે. 04 દર્દીઓ બાયપેય ઉપર અને 04 દર્દી વેન્ટિલેટર ઉપર સારવાર લઈ રહ્યા છે. 20 દર્દીઓ કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પીટલમાં, 05 અપરા હોસ્પિટલમાંમાં, 02 આણંદની જનરલ હોસ્પિટલમાં, 05 સિવિલ હોસ્પિટલ પેટલાદમાં સહિત જિલ્લાની અન્ય કોવિડ માન્ય તમામ ખાનગી હોસ્પિટલમાં આજે 42 દર્દીઓ સારવાર હેઠળ છે. 05 દર્દીઓ હોમ આઈસોલેશનમાં સારવાર લઈ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...