તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાવેતર:આણંદ જિલ્લામાં સૌથી વધુ ઘઉંની 58.313 હેકટરમાં અને સૌથી ઓછી જુવારની 6 હેક્ટરમાં વાવણી થઈ

આણંદ11 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • જિલ્લામાં 1.72 લાખ હેક્ટરમાં શિયાળુ પાકનું વાવેતર નોંધાયું

આણંદ જિલ્લામાં હાલમાં રવી સીઝન મધ્ય અવસ્થામાં પહોંચી છે. સીઝનના અંત સુધીમાં જિલ્લામાં 1.72 લાખ હેક્ટરમાં શિયાળુ પાકનું વાવેતર પૂર્ણ થયું છે. જેમાં સૌથી વધુ ઘઉંની 58.313 હેકટરમાં અને સૌથી ઓછી જુવારની માત્ર 6 હેક્ટરમાં વાવણી થઈ છે. મહત્વનું છે કે આણંદ જિલ્લામાં ખેડૂતો તમાકુ પાક સિવાય ધાન્ય, કઠોળ, શાકભાજી, તેલિબિયા, ફળ-ફૂલ, ઘાસચારા પાકનું પણ સમયાંતરે વાવેતર કરે છે. જોકે સફળ ખેતીનો આધાર નિયત સમયે બિયારણ, ખાતર, જંતુનાશક દવાની ઉપલબ્ધિ, સમયસરનું સારૂ ચોમાસુ, જરૂરિયાત ટાણે સમયસરની પિયત જેવા પરિબળો પણ મહત્વનો ભાગ ભજવે છે. જોકે ચાલુ સીઝનમાં સમયાંતરે વાદળછાયું માહોલ, માવઠું તેમજ ઠંડીના પલ્ટાતા પ્રવાહને લઈને પાકની ઉત્પાદનક્ષમતા ઉપર વિપરિત અસર પડવાની ભીતિ પણ સેવાઈ રહી છે.

આણંદ જિલ્લામાં ચાલુ વર્ષની સિઝનમાં જિલ્લામાં 1,72,765 હેક્ટરમાં શિયાળુપાકનું વાવેતર હાથ ધરવામાં આવ્યું છે. જેમાં ઘઉંનું 58313 હેક્ટરમાં મકાઈ 25 હેક્ટર, રાજગરો 209 હેક્ટર, ચણા 5523 હેક્ટર, રાઈ 16 હેક્ટર,દિવેલા 51 હેક્ટર, તમાકુ 57644 હેક્ટર, બટાટા 1687હેક્ટર, શાકભાજી 29321 હેક્ટર, ઘાસચારો 18,453, ચિકોરીનું 857 હેક્ટરમાં વાવેતર થયું છે. જોકે જિલ્લાના 2 લાખ હેક્ટર ઉપરાંતનો વાવેતર વિસ્તાર ધરાવતી જિલ્લાની જમીનમાં 1.72 લાખ હેક્ટર વિસ્તારમાં શિયાળુ પાકનું વાવેતર થયુ હોવા છતાં સીઝન દરમિયાન સમયાંતરે વાદળછાયા માહોલ, કમોસમી વરસાદ તેમજ ઉત્તર તરફથી સતત ફૂંકાતા રહેતા ઠંડા પવનો, ઠંડીના બદલાતા મિજાજને લઈને પાકમાં વધતુ-ઓછુ નુકસાન પહોંચ્યું છે. પરિણામે અપેક્ષા કરતાં ઓછો ઉતારો આવે તેવી શક્યતાઓ પણ કૃષિતજજ્ઞો સેવી રહ્યાં છે.

શિયાળુ પાક માટે મહિકેનાલોમાં દૈનિક જુદી-જુદી ક્ષમતામાં પાણી છોડવાનું શરૂ કરાયું

ચરોતરમાં હાલમાં શિયાળુ પાકની સીઝન મધ્યાવસ્થાએ પહોંચી છે. રવીપાકમાં પિયત માટે મહિ કેનાલોની મેઈન બ્રાન્ચ, નડિયાદ બ્રાન્ચ તેમજ રાસ્કા વિયર મારફતે અમદાવાદ જિલ્લામાં પહોંચાડવા માટે શેઢી શાખામાં મળી દૈનિક 3300 કયુસેક પાણીનો જથ્થો છોડવામા આવ્યો છે. જો કે રવીપાકનો ગાળો માર્ચ સુધી ચાલતો હોઈ સીઝનના અંત સુધી પાણી છોડવાનો તંત્ર દ્વારા નિર્ણય લેવાયો હોવાનું જાણવા મળે છે. જેમાં કેટલાક પાકોમાં અંતિમ અવસ્થા સુધી પિયતની અનિવાર્યતા વર્તાઈ રહેતી હોઈ નહેરની સુવિધા ન ધરાવતા વિસ્તારના ખેડૂતો કૂવા,તળાવ આધારિત સિંચાઈથી પાણી મેળવીને જરૂરિયાત પૂર્ણ કરે છે. હાલમાં શિયાળુ પાક માટે મહિકેનાલોમાં દૈનિક જુદી-જુદી ક્ષમતામાં પાણી છોડવાનું શરૂ કરાયું છે. જેમા મેઈન આણંદ-ખંભાત મેઈન બ્રાન્ચ 600 ક્યુસેક, નડિયાદ શાખામાં 1900 ક્યુસેક અને અન્ય મળી 3300 ક્યુસેક પાણીનો દૈનિક જથ્થો વહેતો કરાયો છે. આગામી દિવસોમાં ખેડૂતોની માંગણી અને જરૂરિયાતને ધ્યાને લઈને રવીપાકની મોસમ પૂર્ણ થાય ત્યાં સુધી પાણી છોડવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો