કાર્યવાહી:આણંદ જિલ્લામાં 53 ફિરકા સાથે ચાર વેપારી ઝડપાયા

આણંદ12 દિવસ પહેલા
  • કૉપી લિંક

આણંદ જિલ્લામાં અલગ-અલગ ચાર સ્થળેથી પોલીસે ચાઈનીઝ દોરીના 53 ફિરકા સાથે ચાર વેપારીઓને ઝડપી પાડ્યા હતા. આણંદ જિલ્લામાં પોલીસ દ્વારા સ્પેશ્યલ ડ્રાઈવ યોજીને વેપારીઓ પાસેથી ચાઈનીઝ ફિરકા કબજે લેવામાં આવી રહ્યા છે. જેમાં આણંદના ગાનામાંથી બુધવારે ઝડપી પાડેલા વેપારી પાસેથી પોલીસે 414 ફિરકા કબજે લઈ પૂછપરછ કરતાં તે અમદાવાદ ચાઈના બજારમાંથી માલ લાવ્યો હોવાની કબુલાત કરી હતી.

પેટલાદમાં સાંઈનાથ ચોકડી પાસે દરોડો પાડી પોલીસે જ્યંતિ મનુ તળપદા (રહે. દંતેલી) પાસેથી પ્લાસ્ટીકની થેલીમાંથી છ નંગ ફિરકા સાથે જ્યારે વિશાલ મનુ તળપદા (રહે. જેસરવા)ને 15 ફિરકા સાથે ઝડપી પાડ્યો હતો. આ દોરી તેને સોહેલખાન પઠાણે વેચવા આપી હોય પોલીસે આ બંને વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.

બીજી તરફ બોરસદ શહેરના ટાઉન હોલ રોડ સ્થિત હરસિદ્ધિ પ્લાસ્ટીકની દુકાનમાં તપાસ કરતા ત્યાંથી 7 ફિરકા ચાઈનીઝ પ્રતિબંધિત દોરી કબજે લઈ સંચાલક દશરથ પરષોતમ પટેલ (રહે. સ્વામીનારાયણવાળું ફળિયું)ની ધરપકડ કરી હતી. જ્યારે બોરસદના ભોભાફળી રોડ મીઠાની ઘંટી પાસેથી કૌશિક ગોપાલ ઠાકોરને 20 ફિરકી સાથે પોલીસે ઝડપી પાડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...