• Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • In Anand District, Even If There Is No Voter Card In Gram Panchayat Elections, Voting Can Be Done On 14 Other Identity Cards.

પ્રશંસનીય પગલું:આણંદ જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મતદારકાર્ડ નહીં હોય તો પણ અન્ય 14 ઓળખપત્ર પર મતદાન કરી શકાશે

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડ્રાઈવીંગ લાયસન્સ કે પાન કાર્ડ હશે તો પણ મતદાન કરી શકશો

આણંદ જિલ્લામાં 19 ડિસેમ્બર રવિવારે ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાવાની છે. મતદારો નિઃસંકોચ અને સમયસર તેમજ વધુ મતદાન કરી શકે તે માટે ચૂંટણી પંચ દ્વારા વધુ એક પ્રશંસનીય પગલું ભરવામાં આવ્યું છે. કોઈ મતદાતાનું મતદારયાદીમાં નામ હોય પરંતુ મતદારનું ચૂંટણીકાર્ડ ખોવાઇ ગયું હોય અથવા કોઇ કિસ્સામાં ન મળતું હોય તેવા કેવા કેસમાં અન્ય 14 ઓળખપત્ર માન્ય કરવામાં આવ્યાં છે.

પ્રાપ્ત માહિતી મુજબ, આણંદ જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણી માટે યોજાનારા મતદાન માટે મતદાન મથકે આવનારા મતદારે દેશના ચૂંટણી પંચે મતદારને આપેલા મતદાર ફોટો ઓળખપત્ર ૨જૂ કરવાનું રહેશે. જોકે, મતદારને આપેલા મતદાર ઓળખપત્રમાં ક્લેરીકલ અથવા જોડણીની ભુલ હોય તો મતદારને મત આપવા માટે તે ભૂલ ધ્યાને લેવાની રહેશે નહીં. આ ઉપરાંત કોઈ મતદાર ફોટો ઓળખપત્ર (EPIC) ૨જૂ ન કરી શકે તો અન્ય 14 ઓળખપત્રને માન્યતા રાખવા ચૂંટણી પંચ દ્વારા જણાવવામાં આવ્યું છે.

જેમાં ફોટા સાથેનો પાસપોર્ટ, ફોટા સાથેનું ઈન્કમટેક્ષ (PAN) ઓળખકાર્ડ, ફોટા સાથેનું ડ્રાઈવીંગ લાયસન્સ, રાજ્ય સ૨કા૨, કેન્દ્ર સ૨કા૨, જાહેર સાહસો અથવા પબ્લીક લીમીટેડ કંપનીઓ તરફથી કર્મચારીઓને આપવામાં આવેલા ફોટા સાથેના ઓળખ કાર્ડ, પબ્લીક સેક્ટ૨ બેંકો અને પોસ્ટ ઓફિસો તરફથી આપવામાં આવતી ફોટા સાથેની પાસબુક, અનુસૂચિત જાતિ અનુસૂચિત આદિજાતિ/અન્ય પછાતવર્ગનું સક્ષમ અધિકારીનું ફોટા સાથેનું પ્રમાણ પત્ર, ફોટા સાથેના પેન્શન પ્રમાણપત્રો જેવા કે, માજી સૈનિકોની પેન્શનબુક, પેન્શન પેમેન્ટ ઓર્ડર, માજી સૈનિકની વિધવા, આશ્રિતોના પ્રમાણપત્રો, મોટી ઉંમરની વ્યકિતના પેન્શન ઓર્ડર, વિધવા પેન્શન ઓર્ડર, કેન્દ્ર સરકાર/ ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવેલા સ્વતંત્રતા સૈનિકનાં કોટા સાથેના ઓળખકાર્ડ, ફોટો સાથેના હથિયારોના લાયસન્સ, સક્ષમ અધિકારી દ્વારા આપવામાં આવેલા વિકલાંગનું ફોટા સાથેનું પ્રમાણપત્ર, રાષ્ટ્રીય ગ્રામીણ રોજગારી બાહેંધરી યોજના (MNREGS) હેઠળ આપવામાં આવેલ કોટા સાથેના જોબ કાર્ડ, કર્મચારી રાજય વીમા યોજના (ESI) હેઠળ આપવામાં આવેલ ફોટા સાથેનું ઓળખકાર્ડ, નેશનલ પોપ્યુલેશન રજીસ્ટર (NPR) સ્કીમ હેઠળ RGI દ્વારા આપવામાં આવેલ સ્માર્ટકાર્ડ, યુઆઈડીએ દ્વારા આપવામાં આવેલ આધાર કાર્ડ માન્ય કર્યાં છે.

અન્ય સમાચારો પણ છે...