તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • In Anand District, Corona's Condition Remained The Same, Today 189 New Cases Of Corona Positive Came, 209 Patients Were Discharged.

કોરોના અપડેટ:આણંદ જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત, આજે કોરોના પોઝિટિવના નવા 189 કેસ આવ્યા, 209 દર્દી ડિસ્ચાર્જ થયા

આણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આજે 11 થી15 વર્ષના 6 બાળકો સંક્રમિત
  • જિલ્લામાં આજે 3280 લોકોનું રસીકરણ કરાયું

આણંદ જિલ્લામાં કોરોનાએ કહેર મચાવ્યો છે. આજે જિલ્લામાં નવા 195 કેસ નોંધાયા છે. જીવલેણ કોરોનાએ ગત એપ્રિલમાં 7 દર્દીઓનો ભોગ લીધો અને આજે એક મોત થતા ચાલુ મહિનાના પ્રથમ સપ્તાહમાં જ 4 મોતના સમાચારે સમગ્ર પંથકમાં ભય અને ફફડાટનો માહોલ ઉભો કર્યો છે.

ખાનગી હોસ્પિટલમાં આજના આંકડા મુજબ 887 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. જે દર્શાવે છે કે દર્દીઓની ખાનગી હોસ્પિટલ તરફની દોટ લગાવી છે. આણંદ જિલ્લામાં આજે નોંધાયેલ કોરોના વિસ્ફોટના આંકડા અને વધતા જતા દર્દીના મોતના સમાચારે સરકારીની ઉંઘ હરામ કરી દીધી છે. આજે માત્ર 3280 વ્યક્તિઓને રસીકરણ કરાયું છે.

આણંદ જિલ્લા આરોગ્ય વિભાગની કોરોનાની સત્તાવાર યાદી અનુસાર કોરોના સંક્રમણની સ્થિતિ જોઈએ તો આજે 189 જેટલા પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે. આ સાથે જ દર્દીઓનો કુલ આંકડો 6420 સુધી પહોંચ્યો છે. જેમાંથી અત્યાર સુધી 5313 ને સારવાર બાદ સારું થઈ જતાં તેમને રજા આપી દેવામાં આવી હતી. કોરોનાથી આજે એક મૃત્યુ થતા ચાલુ સપ્તાહમાં 4 મોત નોંધાયું છે. કોરોનાથી મૃત્યુ પામેલ દર્દીઓનો અત્યાર સુધીનો મૃત્યુઆંક 30 નોંધાયો છે.

આણંદ જિલ્લામાં હાલ 1077 દર્દીઓ સારવાર હેઠળ છે. જેમાંથી 558 ની હાલત સ્થિર છે. 456 દર્દીઓને ઓક્સિજન પર રાખીને સારવાર કરવામાં આવી રહી છે. 32 દર્દીઓ બાયપેય ઉપર અને 31 દર્દી વેન્ટિલેટર ઉપર સારવાર લઈ રહ્યા છે. 401 દર્દીઓ કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પીટલમાં, 52 અંજલિમાં, 28 આણંદની જનરલ હોસ્પિટલમાં, 34 સિવિલ હોસ્પિટલ પેટલાદમાં સહિત જિલ્લાની અન્ય કોવિડ માન્ય તમામ ખાનગી હોસ્પિટલમાં આજે 887 દર્દીઓ સારવાર હેઠળ છે. 190 દર્દીઓ હોમ આઈસોલેશનમાં સારવાર લઈ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...