તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના બેફામ:આણંદ જિલ્લામાં માર્ચમાં કોરોનામાં 240 %નો ઉછાળો, 31 દિવસમાં 406 પોઝિટીવ

આણંદ12 દિવસ પહેલા
 • કૉપી લિંક
આણંદ શહેરની મુખ્ય પોસ્ટ ઓફિસમાં કર્મચારીઓને કોરોના પોઝિટીવ આવતાં બંધ કરાઈ હતી. - Divya Bhaskar
આણંદ શહેરની મુખ્ય પોસ્ટ ઓફિસમાં કર્મચારીઓને કોરોના પોઝિટીવ આવતાં બંધ કરાઈ હતી.
 • જાન્યુઆરી-ફેબ્રુઆરીનો કુલ આંક માંડ 300 પણ માર્ચ મહિનામાં કોરોનાના પોઝિટીવ કેસે વિક્રમ વટાવ્યો
 • સોશિયલ ડિસ્ટન્સ ન જાળવતાં કોરોનામાં ભારે ઉછાળો
 • માસ્ક ન પહેરવાની અગવણના સ્થાનિક લોકોને ભારે પડી
 • આણંદમાં છેલ્લા 24 કલાકમાં 19 નવા કેસ, 11 રીકવર કેસ

આણંદ જિલ્લામાં માર્ચ માસમાં કોરોના સંક્રમણ બેકાબુ બનતા માત્ર 31 દિવસમાં આણંદ 406 પોઝિટીવ કેસ તો સરકારી ચોપડે નોંધાયા છે. જયારે નોનકોવિડ મૃત્યુઆંક પણ ત્રણ ઘણો વધારો નોંધાયો છે.જાન્યુઆરી -ડિસેમ્બરમાં આણંદ જિલ્લામાં માત્ર 50 ટકા કોરોના સંક્રમણ નોંધાયું હતું.તેની સામે માર્ચ માસમાં ભારે 240 ટકાનો ઉછાળો જોવા મળી રહ્યો છે. જેને લઇને ચિતાનો વિષય બની ગયો છે.સરકારી ચોપડે નોંધાયેલા કોરોના કેસોની વાત છે.પરંતુ વાસ્તવિક પરિસ્થિતી કંઇ જુદી છે. આણંદ જિલ્લાની તમામ હોસ્પિટલમાં બેડ ફુલ થઇ ગયા છે.

જેના કારણે મોટાભાગના દર્દીઓને હોમઆઇસોલેશન હેઠળ સારવાર આપવામાં આવી રહી છે. તેમ ખાનગી લેબોરેટરીમાં એચઆરપીટી ટેસ્ટ પોઝિટીવ આવનાર કેસોની સરકારી ચોપડે નોંધ લેવામાં આવી નથી. તેમજ આરટીપીસીઆર ટેસ્ટમાં પોઝિટીવ આવે તો તેની પણ નોંધ લેવામાં આવી નથી. જો કે આણંદ જિલ્લામાં સરકારી આંકડા કરતાં ત્રણ ઘણા શંકાસ્પદ કેસ હોવાનું લોકોમાં ચર્ચાઇ રહ્યું છે. અત્યાર સુધીમાં ચરોતરમાં 10 થી વધુ ગામોમાં સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરવાનો વખત આવ્યો છે.

આણંદ જિલ્લાની અત્યાર સુધીની કોરોનાની સ્થિતિ

કુલ પોઝિટીવ3051
એક્ટિવ111
રીકવર2923
મૃત્યુ થયું17
માર્ચકેસ
19
211
37
410
59
617
714
816
910
1013
1118
129
1323
1413
1514
1614
1713
1815
1912
2012
2112
229
2315
2410
2516
2615
2716
2817
2916
3018
3118

​​​​​​​​​​​​​​જિલ્લામાં વધુ 19 પોઝિટીવ
આણંદ શહેર સહિત જિલ્લામાં કોરોના બીજી લહેર રોકેટની ગતિએ વધી રહી છે. ત્યારે ગુરુવારે આણંદ શહેર સહિત જિલ્લામાં વઘુ નવા 19 કેસ નોધાતાં જિલ્લાનું કોરોના મીટર 3088 પર પહોંચી જવા પામ્યું છે. જેમાં સૌથી વધુ આણંદ શહેર સહિત તાલુકામાં 9 કેસ જ્યારે બોરસદમાં 4 કેસ ઉપરાંત ખંભાત, સોજિત્રા અને પેટલાદમાં 2-2 કેસ નોધાયા છે. આમ ગુરુવારે નવા 19 કેસ નોધાતાં જિલ્લાનો કુલ આંક 3088 પર પહોંચી જવા પામ્યો છે. આણંદ જિલ્લામાં હાલ 119 દર્દીઆે અેક્ટીવ છે. જેમાં 109 દર્દીઆેં સારવાર લઈ રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો