તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:આણંદ જિલ્લામાં 14 સ્થળેથી 80 જણા જુગાર રમતાં ઝડપાયા

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ખભોળજમાંથી જુગાર રતમા 8 જણા રૂપિયા 31 હજારના મુદ્દામાલ સાથે પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. - Divya Bhaskar
ખભોળજમાંથી જુગાર રતમા 8 જણા રૂપિયા 31 હજારના મુદ્દામાલ સાથે પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
  • પોલીસે રોકડ સહિત કુલ 88 હજારનો મુદ્દામાલ કબજે કર્યો

આણંદ જિલ્લામાં પોલીસે અલગ-અલગ કુલ 14 સ્થળેથી 80 ઈસમોને જુગાર રમતાં રંગેહાથ ઝડપી પાડ્યા છે. પોલીસે ઈસમો પાસેથી રોકડ, મોબાઈલ સહિત કુલ રૂપિયા 88 હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે. આણંદ ગ્રામ્ય પોલીસે ચિખોદરા ગામની ઈન્દીરા નગરીમાં દરોડો પાડી જુગાર રમતા વિક્રમ ભાઈલાલ પરમાર, કમલેશ રાવજી પરમાર, નિલેશ ઉર્ફે ભલો માધુ ગોહેલ, દિપક ગોપાલ વસાવા, પ્રિતેશ ચીમન પરમાર અને નગીન નટુ પરમારને ઝડપી પાડ્યા હતા.

એ જ રીતે આણંદ શહેર પોલીસે પરીખભુવન સ્થિત શાંતિ નગર પાસેથી કિરીટ ઉર્ફે લોટીયો ચીમન ગોહેલ, સલમાન રફીક પઠાણને, સોજિત્રા પોલીસે જુની આઈટીઆઈ પાસેથી ભરત સોમા બારીયા, સંજય રમેશ સોલંકી, પ્રવિણ મોહન રાઠોડ અને મીન્હાઝ ઉમરગની વ્હોરાને, વિદ્યાનગર પોલીસે હરિઓમ નગરમાંથી કેશવ ભઈજી વાઘેલા, અમિત ખુશાલ વાઘેલા, હેમાંગ પરસોત્તમ સોલંકી, વિમલ રમેશ સોલંકીને અને કરમસદ ગામના તળાવની બાજુમાં આવેલા ખેતર પરથી વિજય ઉર્ફે બાટલો વિનુ રાજપુત, મુકેશ કનુ વણઝારા, મુકેશ મોહન ગોહેલ, કાર્તિક મનુ પંચાલ, ગોપાલ લાલજી રાવળ, અજય કરસન કોઠડીયા, અમિત અમરસિંહ ચાવડાને જુગાર રમતા ઝડપી પાડ્યા હતા.

બીજી તરફ ખંભોળજ પોલીસે પ્રતાપપુરા રાજનગર પ્રાથમિક શાળા નજીકથી પૃથ્વીરાજસિંહ રોહિતસિંહ ચુડાસમા, જીતુ રઈજી ઠાકોર, મેહુલ જગદીશ પટેલ, પ્રવિણ ડાયા ઠાકોર, મહેન્દ્રસિંહ રમણસિંહ ચૌહાણ, રમણસિંહ ઉર્ફે અમરસિંહ માનસિંહ ચૌહાણ, બળવંતસિંહ હિમતસિંહ ગોહેલ અને બળદેવસિંહ રાવજી ચૌહાણને મોબાઇલ ફોન, રોકડ રકમ મળી કુલ રૂપિયા 31,440ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. આંકલાવ પોલીસે બામણગામ ચરા વિસ્તારમાંથી કિરણસિંહ પ્રભાતસિંહ પઢીયાર, મહેશ ભીખા માછી, જયંતી ઉદેસિંહ પરમાર, દિનેશ ફતા પઢીયાર, ચંદુ મંગળ પઢીયાર અને હરમાન પ્રભાત પઢીયારને, ભાદરણ પોલીસે મોટી નહેર પરથી હરિસિંહ અમરસિંહ ચાવડા, રમેશ મફત ઠાકોર, મહિપતસિંહ દિલીપસિંહ ચાવડાને, ઉમરેઠ તાલુકાના વણસોલ હેમરાજપુરા દૂધની ડેરી પાછળ આવેલા એક ખંડેર મકાનમાંથી બળવંત કોદર પરમાર, લક્ષ્મણ પુનમ પરમાર, કિરીટ સોમા પરમાર, વિજય ગોરધન પરમાર, વિક્રમ શકરા પરમાર, સોમા કનુ ગોહેલ, રાકેશ મગન ગોહેલ, પકા ફતેસિંહ ચૌહાણ, વિક્રમ શકરા પરમાર, ગલા જગદીશ ચૌહાણ, અને રણજીત લક્ષ્મણ ચૌહાણને મહેળાવ પોલીસે બામરોલી મહુડીયાપુરા શ્રીજીપુરા સીમ વિસ્તારમાંથી કનુ ઐયતા પરમાર, ધવલ કાંતિ પરમાર અને રાજેશ ઉર્ફે રાજુ વિનુ પરમારને, સોજીત્રા પોલીસે ભનુ બકોર પરમાર, ગોવિંદ છગન ઠાકોર, ભરત છોટા તળપદા, મેલા રયજી ચૌહાણ, વિજય રામા સોલંકી, મુકુન્દ બુધા પરમાર, કમલેશ ગોતા રાઠોડ, વિનોદ ઉર્ફે પયલો જેસંગ બારૈયાને રૂણજ ગામમાંથી આશિકકુમાર ચંદ્રકાંત પરમાર, મહેશ ગોરધન પરમાર, લક્ષ્મણ ઉર્ફે લખો પ્રભાતભાઈને, અડાસ કેસરપુરા વિસ્તારમાંથી ગણપત ડાયા પરમાર, દેસાઈ ઈશ્વર પરમાર, રમેશ શના પઢીયાર, મહેશ રમણ પરમાર, રામા રયજી પરમાર, મનહર બુધા પરમારને વિરસદ પોલીસે દહેવાણ અંબેરાવપુરા નહેર પાસેથી ગીરવત રઈજી પરમાર, મહેન્દ્ર ગેમાનસિંહ પરમાર, ગણપત ઉર્ફે ગલો ભુપત પરમાર, પ્રવિણ કનુ ડાભી, મુકેશ ઉર્ફે ડોક્ટર ગુલાબસિંહ પરમાર, ધીરુ ફતેસિંહ પરમાર, અકા પરબતસિંહ પરમાર, કાળીદાસ નટુ પરમાર અને દિપસિંહ દશરથસિંહ પરમારને જુગાર રમતા ઝડપી પાડ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...