તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટેકાના ભાવે ખરીદી:આણંદ જિલ્લામાં 14.36 કરોડના 72,730 મેટ્રીક ટન ઘઉંની ખરીદી કરવામા આવી

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગત વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે વીસ ગણા ઘઉંની ખરીદી ટેકાના ભાવે કરાઈ
  • ખેડૂતોને ડીબીટી દ્વારા સીધા જ તેઓના ખાતામાં નાણાં જમા કરાયા

કેન્દ્ર સરકાર અને રાજય સરકાર દ્વારા ખેડૂતોને તેઓની ઉપજના પોષણક્ષમ ભાવો મળી રહે તે હેતુથી ચાલુ વર્ષે લઘુત્તમ ટેકાના ભાવે ઘઉંની ખરીદી કરવાનો નિર્ણય કરવામાં આવ્‍યો હતો. આ ખરીદી માટે ગુજરાત નાગરિક પુરવઠા નિગમ લિમીટેડને નોડલ એજન્‍સી તરીકે નિયુકત કરવામાં આવી હતી. તદ્અનુસાર આણંદ જિલ્‍લામાં ઘઉંની ખરીદી આણંદ જિલ્‍લાના ગુજરાત નાગરિક પુરવઠા નિગમ હસ્‍તકના આઠ ગોડાઉનમાં ટેકાના ભાવે ઘઉંની ખરીદી કરવામાં આવી હતી.

આણંદ જિલ્‍લામાં ટેકાના ભાવે ઘઉંની કરવામાં આવેલ ખરીદી અંગેની વિગતો આપતાં ગુજરાત નાગરિક પુરવઠા નિગમના મેનેજર ગોપાલ બામણિયાએ જણાવ્‍યું હતું કે, વર્ષ 2019-20 માં રૂા. 0.53કરોડના 2908 મેટ્રીક ટન, વર્ષ 2020-2021માં રૂા.4.11 કરોડના 21352 મેટ્રીક ટન અને વર્ષ 2021-22 માં રૂા.14.36 કરોડના 72730 મેટ્રીક ટન ઘઉંની ખરીદી કરવામાં આવી છે. જેમાં વર્ષ 2019-20ની સરખામણીમાં વર્ષ 2020-2021 માં પાંચ ગણા અને વર્ષ 2020-2021ની સરખામણીમાં ચાલુ વર્ષ 2021-2022 માં વીસ ગણા ઘઉંની ખરીદી ટેકાના ભાવે કરવામાં આવી છે. ટેકાના ભાવે તા.30 મી જૂનના રોજ ઘઉંની ખરીદી પૂર્ણ થતાં તમામ ખેડૂતોને રૂા.14.36 કરોડ ડીબીટી દ્વારા સીધા જ તેઓના ખાતામાં નાણાં જમા કરાવી દેવામાં આવ્‍યા છે.

અત્રે ઉલ્‍લેખનીય છે કે, સરકાર દ્વારા પોષણક્ષમ ભાવો નકકી થતાં ચાલુ વર્ષે કોરોના કાળમાં ખેડૂતો દ્વારા ખૂબ જ મોટા પ્રમાણમાં સરકારી કેન્‍દ્રો ઉપર ઘઉંનું વેચાણ કરવામાં આવ્‍યું છે.આ સમગ્ર ખરીદ પ્રક્રિયાની કામગીરી જિલ્‍લા પુરવઠા મામલતદાર યુ. એચ. બ્રહ્મભટ્ટ અને તમામ ગોડાઉન મેનેજરો દ્વારા કોરોના ગાઇડલાઇનને અનુસરીને સુચારૂં રીતે સંપન્ન કરવામાં આવી હોવાનું પણ જિલ્લા પુરવઠા અધિકારી ગોપાલ બામણિયા દ્વારા જણાવ્‍યું છે.

અન્ય સમાચારો પણ છે...