આણંદ જિલ્લા ગ્રામ પંચાયત ચૂંટણી - 2021:આણંદ જિલ્લામાં સરપંચપદની 178 બેઠક માટે એક ધારાસભ્ય સહિત 716 ઉમેદવારો મેદાનમાં

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

આણંદ જિલ્લામાં આજે રવિવારે સરપંચ અને વોર્ડ સભ્યોની ચૂંટણી માટે એકસાથે મતદાન યોજાશે. જિલ્લામાં સરપંચપદની કુલ 192 બેઠકમાંથી 12માં બિનહરિફ વરણી થઇ અને 3 ગ્રામ પંચાયતોમાં જ્ઞાતિની અનામત બેઠક મુજબ ઉમેદવાર ન મળતાં અંતે 178 બેઠકો ઉપર મતદાન થવાનું છે.

સરપંચપદની ચૂંટણીમાં 748866 મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે. આ માટે તંત્ર દ્વારા સંપૂર્ણ વ્યવસ્થા કરાઇ છે. આણંદ જિલ્લામાં આજે રવિવારે સરપંચ અને વોર્ડ સભ્યોની ચૂંટણી માટે એકસાથે મતદાન યોજાશે. સરપંચપદ માટે 716 ઉમેદવારી પત્રો ભરાયા હતા. જેમાં આણંદ તાલુકાના અડાસ ગામે સૌથી વધુ 15 ઉમેદવારો મેદાનમાં છે.

જેથી ત્યાં ભારે રસાકસી જોવા મળી રહી છે. જ્યારે તારાપુર તાલુકામાં 6 ગ્રામ પંચાયતો સમરસ થતાં સૌથી અોછા ઉમેદવાર તારાપુર તાલુકામાં જોવા મળી રહ્યા છે. અહીંની અેક ગ્રામ પંચાયતમાં કોંગ્રેસના વર્તમાન ધારાસભ્યઅે પણ સરપંચ પદ માટે ઝુકાવ્યુ હોવાથી ભારે ચર્ચા જાગી છે.

સરપંચ પદ માટે ગુલાબી બેલેટ

1ગ્રામપંચાયત180
2સરપંચની બેઠક178
3સરપંચપદના ઉમેદવાર716
4પુરુષ મતદાર387,907
5સ્ત્રી મતદાર360,959
6કુલ મતદાર748,866
7સંવેદનશીલ મતદાન મથક280
8અતિસંવેદનશીલ મતદાન મથક207
9કુલ મતદાન મથક849

ચૂંટણીમાં વોર્ડ સભ્યોની 155 બેઠકો પર અનામત રોટેશન મૂજબ ઉમેદવારો ન મળતાં ખાલી રહેશે
​​​​​​​આણંદ જિલ્લામાં આજે સરપંચપદની ચૂંટણી સાથે વોર્ડ સભ્યોની બેઠક માટે પણ એકસાથે મતદાન યોજાશે. 192 ગ્રામ પંચાયતમાં વોર્ડ સભ્યોની કુલ 1964 બેઠકમાંથી 845 સભ્યો બિનહરીફ જાહેર થયા હોવાથી કુલ 1053 વોર્ડ સભ્યો માટે બેલેટ પેપર દ્વારા મતદાન યોજાશે.જ્યારે 63 જેટલી બેઠકો પર અનામતના રોટેશન મૂજબ ઉમેદવારો ન મળતાં આ બેઠકો ખાલી રહી છે.

હવે વોર્ડ સભ્યોમાં 2581 ઉમેદવારો વચ્ચે જંગ જામશે. આ વોર્ડ સભ્યો માટેની ચૂંટણીમાં કુલ 5486671મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. સરપંચની સાથે સાથે વોર્ડ સભ્યોની ચૂંટણી માટે આજે રવિવારે મતદાન યોજાયા બાદ 21 તારીખને મંગળવારે અેક સાથે દરેક તાલુકા મથકે મતગણતરી હાથ ધરવામાં આવનાર છે. આ માટે ચૂંટણી વિભાગ દ્વારા તમામ પ્રકારની તૈયારીઅોને આખરી અોપ આપવામાં આવ્યો છે.

વોર્ડ સભ્યો માટે સફેદ મતપત્ર

1ગ્રામ પંચાયત180
2વોર્ડ સભ્યોની બેઠક1,053
3વોર્ડ સભ્યપદના ઉમેદવાર2,581
4પુરુષ મતદાર289,683
5સ્ત્રી મતદાર258,988
6કુલ મતદાર548,671

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...