કોરોના અપડેટ:આણંદ જિલ્લામાં આજે નવા 70 કેસ નોંધાયા, એક્ટિવ કેસનો આંક 225 પર પહોંચ્યો

આણંદ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં આજે 30370 લાભાર્થીઓને રસી આપવામાં આવી

આણંદ જિલ્લામાં કોરોના સંક્રમણની ગતિ વધી રહી છે અને પરિસ્થિતિ વણસી રહી છે. રાજકીય અને સરકારી કાર્યક્રમોનો સતત વધતી જતી સંખ્યા કોરોના સંક્રમણને બળ પૂરું પાડી રહી હોય તેવું લાગી રહ્યુ છે. કોરોના સંક્રમણ નાગરિકોને સખ્ત રીતે ભરડે લઈ રહ્યો છે. આજથી 15 થી 18 વર્ષના કિશોર-કિશોરીઓ માટે રસીકરણ અભિયાનનો આજે બીજો દિવસ હતો.આજે જિલ્લામાં કોરોના સંક્રમણ નવા 70 કેસ નોંધાયા છે. આણંદ જિલ્લામાં નોંધાયેલા કોરોનાના એક્ટિવ કેસ 225 થયા છે. જોકે આણંદ જીલ્લામાં આજે વધુ ઓમિક્રોનના નવા શૂન્ય કેસ નોંધાયા છે.

આણંદ જિલ્લા આરોગ્ય વિભાગની કોરોનાની સત્તાવાર યાદી અનુસાર 2022 નવાવર્ષના પ્રથમ દિવસે ગઈકાલે 29 કેસ બાદ આજે પણ નવા 70 કેસ નોંધાયા છે.કોરોના મજબૂતાઈથી 225 દર્દીને ભરડે લઈ બેઠો છે. દૈનિક સંક્રમિતોની વધતી સંખ્યા છતાં કોવિડ નિયમોને નકારતા નાગરિકોની ગંભીર બેદરકારી દાખવી રહ્યા છે.જ્યારે રાજકીય પક્ષોના નેતાઓ અને આગેવાનો પણ જાહેર બેજવાબદાર રીતે વર્તી રહ્યા હોઈ કોરોના ફૂલીફાલી રહ્યો છે.

મહત્વનું છે કે આણંદ તાલુકામાં ગઈકાલે સૌથી વધુ 26 દર્દીઓ હતા આજે પણ 62 દર્દી નવા નોંધાયા છે . જ્યારે પેટલાદમાં 4 ,સોજીત્રામાં 2 ,બોરસદ અને ખંભાત તાલુકામાં અનુક્રમે એક એક દર્દીઓ નોંધાયા છે.ઓમિક્રોનની માહિતી જોઈએ તો આજે ઓમિક્રોનના નવા શૂન્ય કેસ નોંધાયા છે. ઓમિક્રોન સંક્રમિત દર્દીઓનો 5 દર્દી સાજા થયેલ છે તેમજ કુલ એક્ટિવ કેસ નો આંકડો 15 સુધી પહોંચ્યો છે.

આજે રસીકરણ અભિયાન શરૂ થયું છે.જેમાં 15 થી 18 વર્ષના કિશોર કિશોરીઓએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો. આજે રસીકરણનો આંકડો 30370 સુધી પહોંચ્યો હતો.જિલ્લામાં અત્યાર સુધીના સંક્રમિત દર્દીઓનો કુલ આંકડો 9933 સુધી પહોંચ્યો છે. જેમાંથી અત્યાર સુધી 9658 ને સારવાર બાદ સારું થઈ જતાં તેમને રજા આપી દેવામાં આવી છે.હાલ 13 દર્દી કરમસદ શ્રી કૃષ્ણ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.જ્યારે 6 અન્ય ખાનગી હોસ્પિટલમાં દાખલ છે.તો બીજી તરફ 206 સંક્રમિતોને હોમએસોલેસનમાં સારવાર અપાઈ રહી છે.2 દર્દી ઓક્સિજન ઉપર કોરોના સામે ઝઝૂમી રહ્યા છે.કોરોનાથી મૃત્યુ પામેલા દર્દીઓનો અત્યાર સુધીનો મૃત્યુઆંક 50 નોંધાયો છે.

અન્ય સમાચારો પણ છે...