કોરોનાનો કહેર:આણંદ જિલ્લામાં કોરોના 7 પોઝિટીવ, કુલ આંક 948એ પહોંચ્યો

આણંદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

આણંદ શહેર સહિત જિલ્લા રેપીડ ટેસ્ટ સહિત એન્ડીજન ટેસ્ટની સંખ્યામાં આરોગ્ય વિભાગ દ્વારા વધારો કરવામાં આવ્યો છે.જેના કારણે શંકાસ્પદ પોઝિટીવ કેસોની સંખ્યા વધી જવા પામી છે. જેને લઇને કોવિડ-19 તમામ સેન્ટરો દર્દીઓ વધી ગયો છે.જો કે તંત્રની તકેદારીના પગલે કોરોના સંક્રમણની ગતિ મંદ પડી રહી છે. બુધવારના રોજ માત્ર જિલ્લામાં પોઝિટીવ કેસ નોંધાયા છે.આણંદ તાલુકાના 3,પેટલાદના 2 અને ભાદરણમાં 1 પોઝિટીવ કેસ નોંધાયા છે.આમ જિલ્લામાંકુલ આંક 948 પહોંચ્યો છે.જેમાંથી 73 દર્દીઓ સારવાર હેઠળ છે.

આણંદ જિલ્લા છેલ્લા ચારદિવસ ખાનગી હોસ્પિટલ રીપોર્ટમાં કોરોના પોઝિટીવ દર્દીઓની સંખ્યામાં ભારે ઉછાળો થયો છે.આણંદ જિલ્લાના સરકારી ચોપડે અત્યાર સુધીમાં 946 પોઝિટીવ કેસ નોંધાયા છે. પરંતુ ગ્રામ્ય વિસ્તારમાં કેસોની સંખ્યા વધારે હોવાથી આંકડો મોટો હોવાનું ચર્ચાઇ રહ્યું છે. આણંદ શહેરમાં જીવનદિપ સોસાયટીમાં રહેતા યોગેશ પટેલ(ઉ.વ.65),બાકરોલ વિનુકાકા માર્ગ પર રહેતા યોગેશભાઇ સોની(ઉ.વ.44) અને બાકરોલ સૂર્યાવિલામાં રહેતા નૈવીસ ઠકકર(ઉ.વ.34)નો રીપોર્ટ પોઝિટવ આવ્યો છે. પેટલાદ શહેરમાં 84 વૃધ્ધ તથા 22 યુવતી તથા ભાદરમ ગામે 73 વર્ષના વૃધ્ધનો રીપોર્ટ પોઝિટીવ આવ્યો છે.

બુધવારે 11 દર્દીઓને રજા અપાઇ
આણંદ જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી 10 ઓછા કેસ નોંધાઇ રહ્યાં છે. બુધવારના રોજ 11 દર્દીઓ સ્વસ્થ થતાં તેઓને રજા આપવામાં આવી છે. આમ અત્યાર સુધીમાં 852 દર્દીઓએ કોરોના માત આપી છે. જયારે હાલ73 દર્દીઓ સારવાર હેઠળ છે. જેમાંથી 61 દર્દીઓની હાલત સ્ટેબલ છે.જેમાં 7 દર્દીઓ ઓકસીજન પર છે. જયારે 5 વેન્ટીલેટર છે.

અન્ય સમાચારો પણ છે...