તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:આણંદ જિલ્લામાં કોરોના સંક્રમણમાં ઘટાડો યથાવત, આજે નવા 12 કેસ સામે 50 દર્દી સ્વસ્થ થયા

આણંદ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં આજે 9728 લોકોનું રસીકરણ કરવામા આવ્યું

આણંદ જિલ્લામાં બે મહિનામાં કોરોનાએ કહેર મચાવ્યા બાદ હાલ હારી રહ્યો હોવાનું જણાઈ આવ્યું છે.આજે જિલ્લામાં નવા કેસોમાં ધરખમ ઘટાડો નોંધાતા સંક્રમિતો નો આંકડો 12 એ પહોંચ્યો છે.ખાનગી હોસ્પિટલમાં આજના આંકડા મુજબ 108 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. જે દર્શાવે છે કે દર્દીઓની ખાનગી હોસ્પિટલના કેસો પણ ઘટી રહ્યા છે.આજે 50 વ્યક્તિ સાજા થઈ ઘરે પરત ફરી રહ્યા છે. આણંદ જિલ્લામાં નોંધાયેલ કોરોનાના એક્ટિવ કેસ 118 છે.

જિલ્લામાં શરૂ થયેલ રસીકરણમાં આરોગ્ય તંત્રની કામગીરી સુપેરે થઇ રહી છે. જિલ્લામાં 18 થી 44 વર્ષના નાગરિકોનું રસીકરણ નો પ્રારંભ થઈ ગયો હોઇ આજે કુલ 9728 નાગરિકોનું રસીકરણ કરાયું છે.

આણંદ જિલ્લા આરોગ્ય વિભાગની કોરોનાની સત્તાવાર યાદી અનુસાર કોરોના સંક્રમણની સ્થિતિ જોઈએ તો આજે 14 જેટલા પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે.દૈનિક સંક્રમિતોની ઘટતી સંખ્યા ને લઈ સરકારી તંત્રમાં હાશકારો વ્યાપી રહ્યો છે.જોકે પ્રજા માટે હરખવા જેવી બાબત નથી જો સાવચેતી હટી તો દુર્ઘટના ઘટી ઉક્તિ અનુસાર ફરી તકલીફોનો સામનો કરવો પડી શકે તેમ છે.આ સાથે જ દર્દીઓનો કુલ આંકડો 9513 સુધી પહોંચ્યો છે. જેમાંથી અત્યાર સુધી 9348 ને સારવાર બાદ સારું થઈ જતાં તેમને રજા આપી દેવામાં આવી છે. કોરોના થી મૃત્યુ પામેલ દર્દીઓનો અત્યાર સુધીનો મૃત્યુઆંક 47 નોંધાયો છે.

આણંદ જિલ્લામાં હાલ 118 દર્દીઓ સારવાર હેઠળ છે. જેમાંથી 55 ની હાલત સ્થિર છે.45 દર્દીઓને ઓક્સિજન પર રાખીને સારવાર કરવામાં આવી રહી છે. 10 દર્દીઓ બાયપેય ઉપર અને 8 દર્દી વેન્ટિલેટર ઉપર સારવાર લઈ રહ્યા છે.51 દર્દીઓ કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પીટલમાં, 2 અંજલિમાં, 5 આણંદની જનરલ હોસ્પિટલમાં, 8 સિવિલ હોસ્પિટલ પેટલાદમાં સહિત જિલ્લાની અન્ય કોવિડ માન્ય તમામ ખાનગી હોસ્પિટલમાં આજે 108 દર્દીઓ સારવાર હેઠળ છે.10 દર્દીઓ હોમ આઈસોલેશનમાં સારવાર લઈ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...