તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:આણંદ જિલ્લામાં સાત સ્થળેથી 49 શખસ જુગાર રમતા ઝડપાયા

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે અલગ-અલગ સ્થળેથી રૂપિયા 1.14 લાખનો મુદ્દામાલ કબજે કર્યો

આણંદ જિલ્લાની અલગ-અલગ હદની પોલીસે કુલ સાત સ્થળેથી 49 શખસને જુગાર રમતા રંગેહાથ ઝડપી પાડ્યા હતા. જેમાં નાર, ધુવારણ, વિદ્યાનગર, ચમારા, દાવોલ, ભેટાસી અને સંજાયા વિસ્તારનો સમાવેશ થાય છે.

પ્રથમ બનાવમાં પેટલાદના નાર ગામના સિકોતર માતાના મંદિર નજીક સ્ટ્રીટ લાઇટના અજવાળે જાહેરમાં જુગાર રમતા ભાવેશ ઉર્ફે વિજય રમણ સુથાર, નવારામ ઉકારામ પ્રજાપતિ, સંજય ઉર્ફે લાલો મોહન પરમાર, દિનેશ સોમા પરમાર, અનિલભાઈ ઉર્ફે બુધો જગદીશ પરમાર, વિમલ ઉર્ફે લાલો રામ બારોટ, ભગુ ઉર્ફે ભગો રાવજી પરમાર, અને ચંદુ ઉર્ફે પપ્પુ મણી ચૌહાણ (તમામ રહે. નાર)ને રૂપિયા 36 હજારના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. એ જ રીતે ખંભાત ગ્રામ્ય પોલીસે ધુવારણ ગામે ભાઠાના વિસ્તારમાંથી મનહર પૂંજા સિંધા, નટુ કનુ સિંધા, ઈમ્તિયાઝખાન ફકરૂખાન પઠાણ, મુકેશ સિંધા, દશરથ સોમા માછી, દિલીપ અભેસંગ સિંધા અને મુકેશકુમાર ઉર્ફે શબરી સરદારસિંહ સિંધા (તમામ રહે. ધુવારણ)ને રૂપિયા 29 હજારના મુદ્દામાલ સાથે ઝડપ્યા હતા.

વિદ્યાનગર પોલીસે દિવ્યકમલ સોસાયટીમાં સ્ટ્રીટલાઈટના અજવાળે જુગાર રમતા મનોજ સોહનલાલ મોદી, મનુ મફત રાવળ, મગન બુધા રાવળ, અર્જુન મગન રાવળ, હિતેશ નરેશ મુનીયા, દેવા દાના ભરવાડ અને હિરેન રમેશ સોલંકીને 18 હજારના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા.

આંકલાવના ભેટાસીમાંથી પુનમ પરસોત્તમ ઠાકોર, રાજુ ભાનુ ઠાકોર, કનુ છોટા ઠાકોર, શંકર ભગવાન ઉર્ફે ભગાભાઈ ઠાકોર, ભઈલાલ મનુ પઢીયારને જ્યારે ચમારામાંથી રમેશ બુધા પઢીયાર, ઘનશ્યામ ફતા પઢીયાર, સંજય હરી પઢીયાર, હિતેશ કાભઈ પઢીયાર, રાજેશ અંબુ પઢીયાર, ઘનશ્યામ ઈશ્વર પઢીયાર, મહેશ ચતુર ચૌહાણ, પ્રવિણ મહિજી પઢીયાર, શાંતિલાલ શના પઢીયાર, કલ્પેશ પ્રવિણ પઢીયાર, જગદીશ ભગવાન પરમાર, લક્ષ્મણ ઠાકોર પઢીયારઅને નયન જીતુ પઢીયારને ઝડપી પાડ્યા હતા.

બોરસદના દાવોલ ગામે વડીપુરા વિસ્તારમાંથી સાગર રતિલાલ ગોહેલ, અશ્વિન બુધા ગોહેલ, અલ્પેશ રાજેશ ગોહેલ, મહેશ હરમાન ગોહેલ અને સંજય રમેશ ગોહેલને જ્યારે મહેળાવ પોલીસે સંજાયામાંથી અશોક ઘનશ્યામ પરમાર, મહેશ ઘનશ્યામ પરમાર, અજય દિનેશ પરમાર અને ઉમેદ બાબુ સેનવાને ઝડપી પાડ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...