દંડ:આણંદ જિલ્લામાં વીજચોરી કરતાં 35 ધારકોને ઝડપ્યા

આણંદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વીજતંત્ર દ્વારા 6 લાખ ઉપરાંત દંડ ફટકારાયો

આણંદ જીલ્લામાં વીજધારકો દ્વારા વીજચોરી કરવામાં આવતી હોવાની ફરિયાદો ઉઠી હતી. ત્યારે વીજતંત્રએ ટીમો બનાવી ચેકીંગ ડ્રાઈવ રાખીને શહેર સહિત જીલ્લાભરના ગ્રામ્ય વિસ્તારમાં દરોડા પાડયા હતા. તંત્ર દ્વારા ટીમો દ્વારા 197 વીજમીટર ચેકિંગ હાથ ધરવામાં આવતા 35 વીજધારકોને વીજચોરી કરતા ઝડપી પાડીને રૂા 6 લાખ ઉપરાંત રકમનો દંડ ફટકાર્યો હતો.

પ્રાપ્ત માહિતી મુજબ આણંદ વીજતંત્રની ટીમોએ વીજચોરી અટકાવવાના ભાગરૂપે 17 જેટલી ટીમો બનાવીને આણંદ સહિત ખંભાત, ઉમરેઠ, પેટલાદ પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં આકસ્મિક દરોડા પાડવામાં આવ્યા હતા.ત્યારે કોમર્શીયલ અને ખેતી વિષયક કુલ 197 વીજ મીટરો તપાસવામાં આવ્યા હતા. કુલ 35 જેટલા વીજ ધારકોને ડાયરેક્ટર વીજ જોડાણ કરીને વીજ ચોરી કરતાં રંગેહાથ ઝડપી પાડી રૂા.6 લાખ 16 હજાર ઉપરાંતનો દંડ ફટકાર્યો હતો.જેના પગલે વીજચોરી કરતા તત્વોમા ફફડાટ વ્યાપી ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...