તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:આણંદ જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત, આજે નવા 29 કેસ નોંધાયા, બોરસદ નગરપાલિકા વિસ્તારમાં રાત્રિ કરફ્યૂ લાગુ કરાયો

આણંદ15 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • બોરસદમાં રવિવારે ફક્ત 2 કલાક જ દુકાનો ખુલ્લી રાખવાનો નિર્ણય

આણંદ જિલ્લામાં કોરોનાનો કાળ પંજો પોતાની પકડ મજબૂત બનાવી રહ્યો છે.લાપરવાહ નાગરિકો અને બેપરવાહ તંત્રના ભોગે પરિસ્થિતિ વધુ કથળી રહી છે.જિલ્લામાં 4 ગામોએ સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કર્યું છે.જ્યારે બોરસદ નગરપાલિકાએ સાર્વજનિક બેઠક બોલાવી રાત્રીના 9 થી સવારે 5 વાગ્યા સુધી રાત્રિકરફ્યુ જાહેર કર્યો છે.તેમજ રવિવારે સવારે 7 થી 9 બે કલાક જ દુકાનો ખુલ્લી રાખવા બાદ સ્વૈચ્છિક બંધ રાખવા નિર્ણય કરાયો છે.જોકે દૂધ,શાકભાજી ,અને મેડિકલ આવશ્યક સેવાઓ ચાલુ રાખવા જણાવાયું છે.

આણંદ જિલ્લા આરોગ્ય વિભાગની સત્તાવાર યાદી અનુસાર કોરોના સંક્રમણ ની સ્થિતિ જોઈએ તો ગઈકાલે 22 ની તુલનાએ આજે 29 જેટલા પોઝિટવ દર્દીઓ નોંધાયા છે. આ સાથે જ કુલ આંકડો 3110 થી વધી 3139 સુધી પહોંચ્યો છે. જેમાંથી 2972 ને સારવાર બાદ સારું થઈ જતાં તેમને રજા આપી દેવામાં આવી હતી. કોરોનાથી અત્યાર સુધીમાં 17 દર્દીઓના મોત થયા છે. જો કે કોરોના સંક્રમિત સાથે અન્ય બિમારીઓને કારણે પણ મોતનો આંકડો 300 ને પાર કરી ગયો હોવાનું મનાઈ રહ્યું છે.

આણંદ જિલ્લામાં હાલ 150 દર્દીઓ સારવાર હેઠળ છે.જેમાંથી 138 ની હાલત સ્થિર છે જ્યારે ગઈકાલે 6 ની તુલનાએ આજે 12 દર્દીઓને ઓક્સિજન પર રાખીને સારવાર કરવામાં આવી રહી છે. 85 દર્દીઓ કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પીટલમાં, 7 અંજલિમાં, 5 આણંદની જનરલ હોસ્પીટલમાં, 7 સિવિલ હોસ્પીટલ પેટલાદમાં અને 10 દર્દીઓ હોમઆઈસોલેશનમાં સારવાર લઈ રહ્યા છે.જિલ્લાની કોવિડ માન્ય ખાનગી હોસ્પિટલમાં 36 દર્દીઓ સારવાર હેઠળ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો