તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • In Anand District, 21.5 Per Cent Teachers Participated In The Education Readiness Test, 78.50 Per Cent Teachers Protested.

સજ્જતા કસોટી:આણંદ જિલ્લામાં શિક્ષણ સજ્જતા કસોટીમાં માત્ર 21.5 ટકા શિક્ષકોએ ભાગ લીધો, 78.50 ટકા શિક્ષકોએ વિરોધ કર્યો

આણંદ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અધિકારીએ શિક્ષકોના સોશિયલ મીડિયામાં ચાલતી ચર્ચાઓના આધારે નોટિસ કાઢતા મામલો ગરમાયો
  • સજ્જતા કસોટીમાં સૌથી વધુ ખંભાતમાં 48.3% અને સૌથી ઓછા સ્થાને પેટલાદમાં 3.1% સંખ્યામાં શિક્ષકોએ ભાગ લીધો હતો

શિક્ષણ સજ્જતા સર્વેક્ષણને લઈ શિક્ષકોમાં મતમતાંતર ઉભા થયેલા જણાય છે. સરકાર સર્વેક્ષણની સ્પષ્ટ સમજૂતી ઉદ્દેશ્ય દર્શાવવા નિષ્ફળ હોઈ શિક્ષકોના મોટા વર્ગમાં આ પ્રકારની સજ્જતા કસોટીનો વિરોધ થયો છે. આણંદ જિલ્લાના પ્રાથમિક શિક્ષણ અધિકારીએ શિક્ષકોની સોશિયલ મીડિયા ગૃપમાં ચાલતી ચર્ચાઓના સ્ક્રીન શોટ આધારે કારણદર્શક નોટિસ કાઢતા મામલો ગરમાયો છે.

વળી આ અગાઉ ઓન આણંદ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા બે શિક્ષકોને આ પ્રકારે કારણદર્શક નોટિસ આપી અંકુશમાં રાખવા કોશિશ કરી હતી. જોકે સરકારના પરિપત્ર મુજબ શિક્ષકોની આ કસોટી મરજિયાત હોઈ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની આ પ્રકારની વર્ણતુક વિરૂધ્ધ શિક્ષક રોષ ભભૂક્યો છે. જોકે, સજ્જતા સર્વેક્ષણને લઈ જિલ્લાના શિક્ષકો બે ભાગમાં વહેંચાયેલ જોવા મળ્યા હતા. જિલ્લાના ઘણાખરા શિક્ષકોએ આ કસોટીમાં ભાગ લઈ સરકારની પોલીસીને બિરદાવી છે અને શિક્ષણ અને શિક્ષકમાં સમય અનુકૂળ આધુનિકીકરણ અને સજ્જતાને જરૂરી હોવાનું પ્રદર્શિત કર્યું છે.

રાજ્ય સરકારના શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓએ શિક્ષક સંઘો સાથે બેઠક યોજીને તેમની સહમતિ મેળવી તેમને અનુકૂળ તારીખે એટલે કે તા. 24 ઓગસ્ટે આ સર્વેક્ષણનું આયોજન કર્યુ હતું. શિક્ષક પદવી-ડીગ્રી મેળવીને સેવામાં જોડાય તે પછી શિક્ષણ ક્ષેત્રમાં સમયાનુકૂલ અનેક ફેરફારો આવતા રહે છે તેને અનુરૂપ તાલીમ સજ્જતા માટે આવું સર્વેક્ષણ જરૂરી પણ છે. શૈક્ષણિક સંઘના બંધારણમાં પણ શિક્ષકોને સમય અનુરૂપ જ્ઞાન-શિક્ષણ પ્રક્રિયાને સુસંગત સજ્જ થવાનો ઉલ્લેખ છે જ. શૈક્ષિક સંઘની આ અંગે સંમતિ લઇને જ રાજ્ય સરકારે અભિયાન શરૂ કર્યુ હતું પરંતુ બે શિક્ષક સંગઠનો જ સામસામે થતા સરકારની યોજના ખોરંભે ચઢી હતી.

શિક્ષણ સજ્જતા કસોટી ના વિરોધ સંદર્ભે RSS પ્રેરિત પ્રાથમિક શૈક્ષિક મહાસંઘે આણંદ જિલ્લામાં આ સજ્જતા સર્વેક્ષણો જોરદાર વિરોધ કર્યો છે.આણંદ જિલ્લામાં જિલ્લા પ્રમુખ જસવંતસિંહ પરમાર અને આંકલાવ તાલુકા સંઘ પ્રમુખ કારણદર્શક નોટિસ આપવામાં આવી હતી તેમજ 23 ઓગસ્ટે જહાંગીર શાળા મુખ્ય શિક્ષક મિતેષ મેકલીનને પણ અગાઉ પ્રમાણે કારણદર્શક નોટિસ આપવામાં આવતા રાષ્ટ્રીય શિક્ષક સંઘના હોદ્દેદારો અને સભ્યો માં વ્યાપક રોષ ફેલાયો હતો અને તેઓ દ્વારા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીના આ પ્રકારેના વલણને વખોડયું હતું અને તે પરત્વે જવાબની રણનીતિ પણ અખત્યાર કરવાની પેરવી ચાલુ કરી દીધી છે.જોકે જિલ્લામાં ખૂબ મોટી સંખ્યામાં શિક્ષકો સજ્જતા સર્વેક્ષણ કસોટીથી દૂર રહ્યા હતા.

આણંદ જિલ્લામાં કુલ 6151 શિક્ષકો માંથી માત્ર 1332 મુજબ માત્ર 21.5% શિક્ષકો જ સજ્જતા સર્વેક્ષણમાં જોડાયા હતા જ્યારે 4829 મુજબ 78.5% શિક્ષકો સર્વેક્ષણ કસોટીથી દૂર રહ્યા હતા.આમ મોટી સંખ્યામાં શિક્ષકો સરકારના પરિપત્રની અવગણના કરી દૂર રહ્યા હતા.તાલુકા પ્રમાણે સજ્જતા કસોટીમાં હાજર શિક્ષકોની ટકાવારી મુજબ આણંદ માં 25.3% ,ઉમરેઠ માં 19.7%,બોરસદ માં 11.9%,આંકલાવ માં 23.7%,ખંભાત માં 48.3%,તારાપુર માં 36.7%,પેટલાદ માં 3.1%,સોજીત્રા માં 10.9% શિક્ષકોએ સજ્જતા કસોટીમાં ભાગ લીધો હતો.જોકે સોશિયલ મીડિયામાં પણ શિક્ષકોએ સરકાર ના પરિપત્ર વિરૂધ્ધ મોટું અભિયાન ચલાવ્યું હતું જેને સફળતા મળી હોય તેમ જણાઈ રહયુ છે.

રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘના હોદ્દેદરો અને સભ્યોએ શિક્ષક સમાજની એકતા ને બિરદાવી હતી. આ સંદર્ભે રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘના આણંદ જિલ્લા મહામંત્રી પરેશ પટેલે જણાવ્યું હતું કે, સરકાર દ્વારા સમયાંતરે શાળા પ્રવેશોત્સવ, ગુણોત્સવ, કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર દ્વારા છેવાડાના વિસ્તારની શાળાના બાળકો-શિક્ષકોનું મોનિટરીંગ તેમજ શિક્ષક તાલીમ સહિતના કાર્યક્રમો સરકાર કરે છે ત્યારે શિક્ષણ સજ્જતાના નામે શિક્ષકો ને ખોટી હેરાનગતિ ,સમય અને સરકારી નાણાંનો વેડફાટ થઈ રહ્યો છે.અમે આ નીતિનો વિરોધ કરીએ છીએ.

બીજી તરફ મિતેષ મેકલીન ને પાઠવવામાં આવેલી નોટિસ ખુદ અસરકર્તા ને મળે તે અગાઉ જ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ ગઈ હતી. જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી કચેરી દ્વારા નોટિસની ગોપનીયતા સચવાઈ નથી. વળી નોટિસ સાર્વજનિક થતા જિલ્લાના બે શિક્ષક સંઘ વચ્ચેના આંતરિક ડખો ખુલ્લો થયો છે. પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરીની કાર્યરીતિ વિરૂદ્ધ રાષ્ટ્રીય શૈક્ષણિક સંઘ અને શિક્ષકો એકજુથ થઈ આ મામલે આણંદ ડી.પી.ઈ.ઓ.ને આક્રમક રજૂઆત કરી ગંભીરતા દાખવી તપાસની માંગણી કરવા અને નોટિસનો ખુલાસો આપવા પહોંચ્યા હતા. પરંતુ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી મીટીંગ માં વ્યસ્ત હોઈ આ રજૂઆત કરવા બુધવારે બપોરે પહોંચનું નક્કી થયું છે.

આણંદ તાલુકાના જહાંગીર શાળાના મુખ્ય શિક્ષક મિતેષ મેકલીન ને કારણદર્શક નોટિસ સંદર્ભે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ જણાવ્યું હતું કે આ કસોટી મરજિયાત હોવા છતાં સોશિયલ મીડિયાના માધ્યમથી આ શિક્ષક અન્ય શિક્ષકોને કસોટી વિરૂધ્ધ ઉશ્કેરતી પોસ્ટ કરતા હતા જેના પુરાવા કચેરી પાસે છે.જે અનુસંધાને આ નોટિસ પાઠવવામાં આવી છે.

કયા તાલુકાના કેટલા શિક્ષકોએ પરીક્ષા આપી ?

તાલુકો, પરીક્ષામાં બેઠેલા, પરીક્ષામાં નહીં બેઠેલા, કુલ

આણંદ 306 900 1206

ઉમરેઠ 133 542 675

બોરસદ 151 1116 1267

આંકલાવ 148 476 624

ખંભાત 404 432 836

તારાપુર 115 198 313

પેટલાદ 28 863 891

સોજિત્રા 37 302 339

કુલ 1322 4829 6151

અન્ય સમાચારો પણ છે...