તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Anand
 • In Anand District, 21 Corona Infected Patients On Oxygen, The Number Of Active Cases Increased To 171 With 20 New Cases Being Registered.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:આણંદ જિલ્લામાં કોરોના સંક્રમિત 21 દર્દી ઓક્સિજન ઉપર, નવા 20 કેસ નોંધાતા એક્ટિવ કેસની સંખ્યા વધીને 171 થઈ

આણંદ9 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • જિલ્લાની કોવિડ માન્ય ખાનગી હોસ્પિટલમાં 58 દર્દીઓ સારવાર હેઠળ
 • ઉમરેઠ નગરપાલિકાના દ્વારા 9 એપ્રિલે સ્વૈચ્છિક લોકડાઉનને લઈ મીટિંગનું આયોજન

આણંદ જિલ્લા આરોગ્ય વિભાગની કોરોનાની સત્તાવાર યાદી અનુસાર કોરોના સંક્રમણની સ્થિતિ જોઈએ તો આજે 20 જેટલા પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે. આ સાથે જ ગઈકાલનો કુલ આંકડો 3232 થી વધી 3252 સુધી પહોંચ્યો છે. જેમાંથી 3064 ને સારવાર બાદ સારું થઈ જતાં તેમને રજા આપી દેવામાં આવી હતી. કોરોનાથી અત્યાર સુધીમાં 17 દર્દીઓના મોત થયા છે. જોકે વેક્સિનેશનની કામગીરી પણ આણંદ જિલ્લામાં થઈ રહી છે.

આણંદ જિલ્લામાં હાલ 171 દર્દીઓ સારવાર હેઠળ છે. જેમાંથી 146 ની હાલત સ્થિર છે. જ્યારે 21 દર્દીઓને ઓક્સિજન પર રાખીને સારવાર કરવામાં આવી રહી છે. 1 દર્દી વેન્ટિલેટર ઉપર છે. 85 દર્દીઓ કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પીટલમાં, 7 અંજલિમાં, 5 આણંદની જનરલ હોસ્પીટલમાં, 6 સિવિલ હોસ્પીટલ પેટલાદમાં અને 10 દર્દીઓ હોમઆઈસોલેશનમાં સારવાર લઈ રહ્યા છે. જિલ્લાની કોવિડ માન્ય ખાનગી હોસ્પિટલમાં 73 દર્દીઓ સારવાર હેઠળ છે.

તેમજ આણંદ, વિદ્યાનગર અને કરમસદમાં રાત્રી કરફ્યુના બીજા દિવસે સ્થિતિ કાબુમાં છે. આણંદ પોલીસ દ્વારા વિવિધ વિસ્તારોમાં ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. વિદ્યાનગરમાં પાલિકાની જાહેરાતને લઈ બપોરના 3 વાગ્યા બાદ દુકાનો બજારો ટપો ટપ બંધ થઈ ગયા હતી. આણંદ અને કરમસદમાં રાત્રીના 8 વાગ્યા સુધીમાં બંધની અસરને લઈ સન્નાટો વ્યાપ્યો હતો.જોકે પોલીસની સાઈરન વાન ફરતા દુકાનો બંધ કરવાની ઝડપ વધી હતી.

ઉમરેઠ નગરપાલિકાના દ્વારા આવતીકાલે સ્વૈચ્છિક લોકડાઉનને લઈ મીટિંગનું આયોજન કરાયું છે. જે અનુસંધાને વેપારી મહામંડળ, કરીયાણા મહાજન, સોની મહાજન સહિત અગ્રણી વ્યાપારીઓ અને આગેવાનોને મિટિંગમાં હાજર રહેવા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો