કોરોના અપડેટ:આણંદ જિલ્લામાં કોરોનાના નવા 2 કેસ નોંધાતા તંત્ર હરકતમાં આવ્યું, એક્ટિવ કેસ 4 થયા

આણંદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તમામ દર્દીઓમાં હળવા લક્ષણો હોવાથી ઘરે જ સારવાર ચાલી રહી છે

રાજ્યમાં કોરોનાના કેસમાં ફરી વધારો થઈ રહ્યો છે. ત્યારે આણંદ શહેર - જિલ્લામાંથી પણ કાબુમાં રહેલા કોરોનાએ ફરી માથું ઉંચક્યું છે. જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 2 કેસ નોંધાયાં છે. જેથી કુલ આંક 4 થયો છે. જોકે, આ તમામ દર્દી ઘરે જ સારવાર લઇ રહ્યાં છે.

દેશભરમાં કોરોનાની ચોથી લહેર ધીમે ધીમે શરૂ થઈ છે. તેની અસર આણંદમાં પણ જોવા મળી રહી છે. આણંદમાં બુધવારના રોજ બે કોરોના પોઝિટિવ કેસ આવતાં તંત્ર હરકતમાં આવ્યું હતું. આ પહેલા પણ બે કેસ આવતાં કુલ ચાર પર આંકડો પહોંચ્યો છે. જોકે, રાહતની બાબત એ છે કે, આ ચારેયને હળવા લક્ષણો હોવાથી ઘરે જ સારવાર ચાલી રહી છે. આ સાથે જિલ્લામાં કુલ 15,475 પોઝિટિવ સુધી આંક પહોંચ્યો છે. જેમાંથી 53ના મૃત્યું નિપજ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...