તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:આણંદ જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત, આજે કોરોના પોઝિટિવના નવા 178 કેસ આવ્યા, 1 દર્દીનું મોત થયું

આણંદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 484 દર્દીઓને ઓક્સિજન પર , 29 દર્દીઓ બાયપેય અને 30 દર્દી વેન્ટિલેટર ઉપર સારવાર હેઠળ છે

આણંદ જિલ્લામાં કોરોનાએ કહેર મચાવ્યો છે. આજે જિલ્લામાં નવા 178 કેસ નોંધાયા છે. ખાનગી હોસ્પિટલમાં આજના આંકડા મુજબ 1045 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. જે દર્શાવે છે કે દર્દીઓની ખાનગી હોસ્પિટલ તરફની દોટ છે. આણંદ જિલ્લામાં આજે નોંધાયેલ કોરોનાના આંકડા અને વધતા જતા દર્દીના મોતના સમાચારે સરકારીની ઊંઘ હરામ કરી દીધી છે. આજે રસીકરણ કરાયું જ નથી. તેમજ 170 દર્દીઓ સાજા થઈ ઘરે પરત ફરેલ છે.

અત્યાર સુધી 5980 ને સારવાર બાદ સારું થઈ ગયુ

આણંદ જિલ્લા આરોગ્ય વિભાગની કોરોનાની સત્તાવાર યાદી અનુસાર કોરોના સંક્રમણની સ્થિતિ જોઈએ તો આજે 178 જેટલા પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે. આ સાથે જ દર્દીઓનો કુલ આંકડો 7362 સુધી પહોંચ્યો છે. જેમાંથી અત્યાર સુધી 5980 ને સારવાર બાદ સારું થઈ જતાં તેમને રજા આપી દેવામાં આવી હતી. કોરોનાથી આજે એક મૃત્યુ નોંધાયું છે. કોરોનાથી મૃત્યુ પામેલ દર્દીઓનો અત્યાર સુધીનો મૃત્યુઆંક 34 નોંધાયો છે.

303 દર્દીઓ હોમ આઈસોલેશનમાં સારવાર લઈ રહ્યા છે

આણંદ જિલ્લામાં હાલ 1348 દર્દીઓ સારવાર હેઠળ છે. જેમાંથી 788 ની હાલત સ્થિર છે. 493 દર્દીઓને ઓક્સિજન પર રાખીને સારવાર કરવામાં આવી રહી છે. 34 દર્દીઓ બાયપેય ઉપર અને 33 દર્દી વેન્ટિલેટર ઉપર સારવાર લઈ રહ્યા છે. 427 દર્દીઓ કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પીટલમાં, 55 અંજલિમાં, 38 આણંદની જનરલ હોસ્પિટલમાં, 62 સિવિલ હોસ્પિટલ પેટલાદમાં સહિત જિલ્લાની અન્ય કોવિડ માન્ય તમામ ખાનગી હોસ્પિટલમાં આજે 1045 દર્દીઓ સારવાર હેઠળ છે. 303 દર્દીઓ હોમ આઈસોલેશનમાં સારવાર લઈ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...