તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:આણંદ જિલ્લામાં કોરોનાનો કહેર, કોરોના પોઝિટિવના નવા 146 કેસ નોંધાયા, 203 દર્દી સ્વસ્થ થયા

આણંદ14 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ખાનગી હોસ્પિટલમાં આજના આંકડા મુજબ 832 દર્દીઓ સારવાર પર
 • આણંદ તાલુકામાં 80 પોઝીટીવ કેસ નોંધાયા

આણંદ જિલ્લામાં કોરોનાએ કહેર મચાવ્યો છે. આજે જિલ્લામાં નવા 146 કેસ નોંધાયા છે. જીવલેણ કોરોનાએ આજે 1 દર્દીનો ભોગ લેતા એપ્રિલમાં 7 દર્દી મોતને ભેટ્યા છે. ખાનગી હોસ્પિટલમાં આજના આંકડા મુજબ 832 દર્દીઓ સારવાર લઈ રહ્યાં છે.

દર્દીઓનો કુલ આંકડો 5072 સુધી પહોંચ્યો છે

આજે માત્ર 3050 વ્યક્તિઓને રસીકરણ કરાયું છે. આણંદ જિલ્લા આરોગ્ય વિભાગની કોરોનાની સત્તાવાર યાદી અનુસાર કોરોના સંક્રમણની સ્થિતિ જોઈએ તો આજે 146 જેટલા પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે. આ સાથે જ દર્દીઓનો કુલ આંકડો 5072 સુધી પહોંચ્યો છે. જેમાંથી અત્યાર સુધી 4094 ને સારવાર બાદ સારુ થઈ જતાં તેમને રજા આપી દેવામાં આવી હતી. કોરોનાથી આજે 1 દર્દીનું મૃત્યુ થતા કુલ મૃત્યુ પામેલ દર્દીઓનો અત્યાર સુધીનો મૃત્યુઆંક 26 થયો છે.

476 દર્દીઓને ઓક્સિજન પર રાખીને સારવાર કરવામાં આવી રહી છે

આણંદ જિલ્લામાં હાલ 952 દર્દીઓ સારવાર હેઠળ છે. જેમાંથી 464 ની હાલત સ્થિર છે. 476 દર્દીઓને ઓક્સિજન પર રાખીને સારવાર કરવામાં આવી રહી છે. 26 દર્દીઓ બાયપેય ઉપર અને 32 દર્દી વેન્ટિલેટર ઉપર સારવાર લઈ રહ્યાં છે. 356 દર્દીઓ કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં, 55 અંજલિમાં, 25 આણંદની જનરલ હોસ્પિટલમાં, 34 સિવિલ હોસ્પિટલ પેટલાદમાં સહિત જિલ્લાની અન્ય કોવિડ માન્ય તમામ ખાનગી હોસ્પિટલમાં આજે 832 દર્દીઓ સારવાર હેઠળ છે. 120 દર્દીઓ હોમ આઈસોલેશનમાં સારવાર લઈ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો