તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વહીવટી કામગીરી:આણંદ જિલ્લામાં 122 ક્લસ્ટરને પુન: પે-સેન્ટરમાં ફેરવવામાં આવ્યા

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 107 પે-સેન્ટર દ્વારા શાળાકિય વહીવટી કામગીરી થશે

આણંદ જિલ્લામાં 2018-19માં નવા ક્લસ્ટરની રચના કરીને તેમાં જુદી જુદી 14 શાળાઓ સમાવેશ કરવામાં આવ્યો હતો.પરંતુ વહીવટ કરવામાં અનેક મુશ્કેલીઓ પડતી હતી. જેથી દરેક તાલુકાના પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા ક્લસ્ટર મુજબની પે-સેન્ટર રચના કરવા માટે દરખાસ્ત કરવામાં આવી હતી. તેને ધ્યાને લઇને તાજેતરમાં મળેલી બેઠકમાં પે-સેન્ટરમાં આવતી અને સર્વશિક્ષા અભિયાનના ક્લસ્ટરમાં આવતી શાળાઓનું એકીકરણ કરીને તેને પે-સેન્ટરમાં ફેરવી દેવામાં આવી છે.

આણંદ જિલ્લામાં 122 જેટલા ક્લસ્ટર હતા. જેમાં જુદી જુદી શાળાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. તેના કારણે વહીવટી તથા માહિતી આપ-લે સહિતની કામગીરીમાં ઘણી મુશ્કેલીઓ પડતી હતી. પગાર કરવામાં અનેક સમસ્યા સર્જાતી હતી.તેના કારણે શિક્ષકોએ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી મારફતે ક્લસ્ટર મુજબ પે-સેન્ટરની રચના માટે દરખાસ્ત કરી હતી. જે દરખાસ્ત બાબતે તાજેતરમાં મળેલી બેઠકમાં વહીવટ સરળતા માટે પે-સેન્ટરમાં આવતી શાળાઓ અને સર્વ શિક્ષા અભિયાનના ક્લસ્ટરમાં આવતી શાળાઓનું એકીકરણ કરીને ક્લસ્ટરને પે-સેન્ટર તથા ક્લસ્ટરમાં આવતી શાળાઓના સમુહને પે-સેન્ટરની શાળા ગણવા તથા અમલીકરણ કરવા સર્વાનુમતે નક્કી કરાયું છે.

અન્ય સમાચારો પણ છે...