તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Anand
 • In Anand, Congress Cut The Tickets Of 15 Councilors And Gave A Chance To The Youth. For The First Time In The Municipality, Congress Gave Tickets To 60 Per Cent Youth.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી:આણંદમાં કોંગ્રેસે 15 કાઉન્સિલરોને ટીકીટ કાપીને યુવાઓને તક આપી, પાલિકામાં કોંગ્રેસે પ્રથમ વાર 60 ટકા યુવાવર્ગને ટીકીટ આપી

આણંદ22 દિવસ પહેલા
 • કૉપી લિંક

સ્થાનિક સ્વરાજયની ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરવાના છેલ્લા દિવસે બપોરે આણંદ જિલ્લા કોંગ્રેસ યાદી જાહેર કરીને મેન્ડેટ આપવામાં આવ્યા હતા.જો કે કોંગ્રેસ બળવોના થાય તે હેતુંથી છેલ્લીઘડી યાદી જાહેર કરતાંની સાથે કેટલાંક જૂના જોગીઓની મનની મનમાં રહી જવા પામી હતી. આણંદ નગરપાલિકામાં કોંગ્રેસમાથી ગત ટર્મમાં 21 કાઉન્સિલરો જીત્યા હતા.તેમાંથી 15 કાન્સિલરોની ટીકીટ કાપીને નવા તક આપવામાં આવતાં સૌ ચોકીં ઉઠયા હતા. ખાસ કરીને કોંગ્રેસનું વર્ચસ્વ ધરાવતા વોર્ડ નં 3 ,4 અને 5 માં કાઉન્સિલરોની ટીકીટ કાપવામાં આવી છે.

આણંદ પાલિકા કોંગ્રેસમાંથી બળવો કરીને ભાજપ ગયેલા વોર્ડ નં 13 કેતન બારોટ સહિત જૂના જોગીઓના ટીકીટ કાપીને ભાજપની જેમ કોંગ્રેસે યુવા કાર્યકોરને મેદાનમાં ઉતાર્યા છે. જેને લઇને કોઇ ગણગણાટ જોવા મળ્યા મળી રહ્યો છે. આણંદના કોંગ્રેસના ધારાસભ્ય કાંતિભાઇ સોઢા પરમારે જણાવ્યું હતું. કે આણંદ નગરપાલિકા વર્ષોથી ભાજપનું શાસન છે.પરંતુ આ વખતે કોંગ્રેસે યુવા નેતાઓને સથવારે પાલિકા કબ્જો મેળવવા માટે વધુ ને વધુ યુવા વર્ગને ટીકીટ આપવામાં આવી છે. જૂના કાઉન્સિલરોમાં માત્ર 6ને રીપીટ કરવામાં આવ્યા છે. જયારે વોર્ડ નં12માં વિક્રમસિંહ ગોહેલની જગ્યાએ તેમની પત્નીને ટીકીટ આપવામાં આવી છે. જોકે, આણંદના વોર્ડ નં. 4માં પછાત વર્ગની બેઠક પર મહિલાને ટિકીટ આપવામાં આવી હતી તે મહિલા છેલ્લી ઘડી સુધી પછાત વર્ગનું પ્રમાણપત્ર રજુ કરી ન શકતા અન્યને ફોર્મ ભરાવ્યું હતું.

આણંદ પાલિકા કોંગ્રેસના ઉમેદવારોની યાદી
વોર્ડ નં. 1
ઈકબાલહુસેન યુસુફમીંયા મલેક
નિશાબેન ચિરાગભાઇ પરમાર
સુરેશભાઈ ફતેસિંહ રાઠોડ
રેશ્માબેન બિરજુ વ્હોરા

વોર્ડ નં. 2
અલ્પેશભાઈ ફતેસિંહ પઢિયાર
લીલાબેન બીરેનભાઈ પરમાર
કંચનબેન હિતેશભાઇ ચારણ
જગદ્દીશભાઈ પૂજાભાઇ પરમાર

વોર્ડ નં. 3
વહિદાબેન મહંમદભાઈ વ્હોરા
રેશ્માબેન મહંમદઆરીફ મન્સુરી
અબ્દુલરઝાક ઇસ્માઇલભાઇ વ્હોરા
ઈલ્યાસભાઈ નૂરમહંમદ વ્હોરા

વોર્ડ નં. 4
નુરમહમંદભાઈ મહંમદભાઇ વ્હોરા
મનોજભાઈ ભીખાભાઇ વસાવા
નજમાબાનું ફિરોજખાન પઠાણ
રહેમતબેન અસલમભાઈ વ્હોરા

વોર્ડ નં. 5
જયાબેન રાજેન્દ્વભાઈ પરમાર
વહિદાબેન નુરમહંમદ શેખ
ફિરોજભાઈ ઈસ્માઈલભાઈ વ્હોરા
સલીમશા કાલુશા દિવાન

વોર્ડ નં. 6
પલકબેન વસંતકુમાર વર્મા
ડો. જાવેદભાઇ સત્તારભાઇ વ્હોરા
ઉર્મિષભાઈ અશ્વિનભાઇ દોષી
મીનાબેન મણીલાલ હરીજન

​​​​​​​વોર્ડ નં. 7
પવનભાઈ વિષ્ણુભાઇ પંડિત
ભાગ્યશ્રીબેન નવીનભાઇ ચાવડા
રવીકુમાર રમેશભાઇ પટેલ

વોર્ડ નં. 8
રશ્મિબેન મનોજકુમાર પંડિત
રાકેશભાઈ નવીનભાઈ ચૌહાણ
હર્ષીલભાઈ જતીનભાઇ દવે
કપિલાબેન મનોજભાઈ વસાવા

​​​​​​​વોર્ડ નં. 9
હર્ષદભાઈ પૂનમભાઇ પરમાર
નીલમબેન હિતેન્દ્રભાઈ ક્રીશ્ચીયન
જગદ્દીશભાઈ નાનાભાઈ ગોહેલ
કૈલાશબેન વિઠ્ઠલભાઈ ચાવડા

​​​​​​​વોર્ડ નં. 10
મુકુન્દરાય ગોરધનભાઇ પટેલ
ભદ્વેશભાઈ કનુભાઈ શાહ
રાધિકાબેન જીતેન્દ્વભાઈ શાહ
મનિષાબેન મનસુખભાઈ ગોહેલ

​​​​​​​વોર્ડ નં. 11
ઉષાબેન મગનભાઇ ગોહેલ
યોગેશભાઈ મુળજીભાઈ મકવાણા
અજીતભાઈ જીતેન્દ્વભાઈ પઢિયાર
કિન્નરીબેન જતિનભાઈ દવે

વોર્ડ નં. 12
વિદ્યાબેન વિક્રમભાઈ ગોહેલ
જશભાઈ ડાહ્યાભાઇ ગોહેલ
ગીતાબેન પપ્પુભાઇ વસાવા
અલ્પેશભાઇ જાદવભાઇ પટેલ

વોર્ડ નં. 13
અમીત મનુભાઈ ગોહેલ
જ્યોતિકા જગદ્દીશભાઈ ચાવડા
બિન્દુબેન પ્રકાશભાઈ મેઘવાલ
રાકેશભાઈ ફતેસિંહ ગોહેલ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો