તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:આણંદ શહેરમાં 40 ઉપરાંત સોસાયટીઓમાં દિવાળીમાં લાઈટો બંધ રહેતા શહેરીજનો ત્રસ્ત

આણંદ5 મહિનો પહેલા
 • કૉપી લિંક

આણંદ એમજીવીસીએલ વિભાગ દ્વાર દિવાળીના તહેવારો હોવા છતાં પણ મરામતના બહાને લાઈટો બંધ કરી દેવામાં આવતી હોય છે.ત્યારે બીજી તરફ. રવિવારે સાલેવશન આર્મી ડેરી રોડ પર જંમ્પર ઉડી જતાં લાઈટો બંધ રહી હતી. ત્યારબાદ લોટીયા ભાગોળ વિસ્તારમાં આવેલ શિવ શક્તિ ટીમ્બર, આણંદ સરદાર ગંજમાં આવેલ ગોકૂલ પાર્ક સોસાયટી, આણંદ બોરસદ ચોકડી વિસ્તાર સહિત જુદા જુદા વિસ્તારોમાં બે કલાક સુધી લાઈટો બંધ હોવાની ફરિયાદો ઉઠવા પામી હતી.

જેના પગલે નગરજનો હેરાન પરેશાન થઈ ગયા હતા.આ બાબતે વિજ ધારકો ધ્વારા ફરિયાદો પણ કરવામાં આવતી હતી.છતાં બે કલાક થી વધુ લાઈટો બંધ રાખવામાં આવતી હતી.આ અંગે વિજ કંપની ફરિયાદ કેન્દ્ર ખાતે પુછ પરછ કરવામાં આવતા રવિવારે દિવસ દરમ્યાન શાસ્ત્રી ફિડરમાં કુલ 8 અને સરદાર ફિડરમાં કુલ 7 ફરિયાદો વિજ ધારકો દ્વારા લાઈટો બંધ હોવાની કરવામાં આવી હતી.ટીમો મોકલી મરામતની કામગીરી હાથ ધરવામાં આવી હતી.બેદરકારીના પગલે સમયસર મેઈન્ટેન્સની કામગીરી હાથ નહીં ધરાતા પરિસ્થિતિ સર્જાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

  વધુ વાંચો