તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાજપનાં સમર્થકોમાં ભારે ઉત્સાહ:આણંદમાં ભાજપનાં સમર્થકોએ ડીજેના તાલે વિજય સરઘસ કાઢયું

આણંદ7 મહિનો પહેલા
  • કૉપી લિંક

આણંદ શહેર સહિત જીલ્લાભરમાં ઉમેદવારોની જીત થતાં તરત વિજેતા ઉમેદવારો અને કાર્યકર્તાઓએ રસ્તા વચ્ચે ડી.જેની સાથે ઢોલના તાલે ઝુમીને વિજય સરઘસ કાઢયું હતુ. આણંદ નગરપાલિકાની 52 બેઠકો માટે 137 ઉમેદવારોએ ચુંટણી મેદાનમાં ઝંપલાવ્યું હતુ.મંગળવારે બેન્કવેટ હોલમાં મતગણતરી હાથ ધરવામાં આવી હતી.જો કે મતગણતરી બાદ ઉમેદવારોની જીત થતાં સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળતો હતો.

આથી પોલિસની અગાઉ પરવાનગી લીધેલ ઉમેદવારોએ આણંદ શહેરમાં ડી.જેની સાથે ઢોલના તાલે વિજય સરઘસ કાઢયું હતુ. બીજી તરફ આણંદ ડી.એન.હાઈસ્કુલમાં આણંદ તાલુકા પંચાયત અને જીલ્લા પંચાયતની મતગણતરી હાથ ધરી હતી. આ સમયે ગ્રામ્ય વિસ્તારના ઉમેદવારોની જીત થતાં તરત વિજેતા ઉમેદવારો અને કાર્યકર્તાઓએ રસ્તા વચ્ચે ગુલાબની છોળો ઉડાડીને સરદાર ગંજ રોડ,સ્ટેશન રોડ,ગામડી ચાર રસ્તા, ટાઉન હોલ રોડ પર ડી.જેની સાથે ઢોલના તાલે ઝુમીને ઠેર ઠેર વિજય સરઘસ કાઢયું હતુ. ઉમેદવાર વિજેતા થતા સમર્થકો પણ ઉત્સાહમાં ગયા હોવાનું નજારો જોવા મળતો હતો.

વોર્ડ 11ના ઉમેદવારે બખેડો કરતાં દોડધામ
વોર્ડ નંબર 11માં ઊભા રહેલા કુલ 12 ઉમેદવારો ઊભા રહ્યા હતા. મતગણતરી પૂર્ણ થયા બાદ ચૂંટણી અધિકારીએ ભાજપના ચાર સભ્યોને વિજેતા જાહેર કર્યા હતા. આમ, વોર્ડ નંબર 11માં ભાજપની પેનલ વિજેતા થતાં જ કોંગ્રેસના ઉમેદવાર કિન્નરીબેન દવેએ વિરોધ નોંધાવ્યો હતો. તેમણે પરિણામ બાબતે અસંતોષ વ્યક્ત કર્યો હતો. તેમને 1368 મત મળ્યા હતા. તેમણે જોર-જોરથી બોલતાં મામલો ઉગ્ર બનતાં પોલીસ દોડી આવી હતી અન ઉમેદવારને બહાર નીકળવા કહેતા મામલો થાળે પડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...