મતદાર જાગૃતિ:આણંદમાં અંદાજિત 50 હજાર મતદારોએ અચૂક મતદાન કરવાના શપથ લીધા, સ્વીપ અંતર્ગત યોજાઈ રહ્યા છે કાર્યક્રમો

આણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી અંતર્ગત 5મી ડીસેમ્બરના રોજ આણંદ જિલ્લાની 7 વિધાનસભા મતદાર વિભાગની ચૂંટણી યોજાનાર છે. જે સંદર્ભે જિલ્લાના મતદારોમાં મતદાન જાગૃત્તિ વધે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર ડી. એસ. ગઢવીના માર્ગદર્શન નીચે આણંદના અધિક નિવાસી કલેક્ટર કેતકી વ્યાસ અને નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી તેમજ સ્વીપ નોડલ અને આણંદ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા મતદાર જાગૃતિ અર્થે જિલ્લામાં અનેકવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા છે. આણંદ જિલ્લામાં મતદાન જાગૃતિ અર્થે "અવસર" અંતર્ગત જાહેર સ્થળોએ કે જ્યાં લોકોની અવરજવર વધુ હોય તેવા જાહેર સ્થળોએ લોકોને અચૂક મતદાન કરવા બાબતની પ્રતિજ્ઞા લેવડાવામાં આવી હતી.

આણંદમાં સ્વીપ અંતર્ગત હાથ ધરવામાં આવેલ ‘‘અવસર’’ અન્વયે જિલ્લાના રેસ્ટોરન્ટ, ટી સ્ટોલ, વિવિધ મોલ્સ સહિતના વિવિધ જાહેર સ્થળો-વિસ્તારોમાં જઈને ત્યાં ઉપસ્થિત લોકોને આગામી વિધાનસભાની ચૂંટણી અન્વયે જિલ્લામાં યોજાનાર મતદાનના દિવસે મતદાન કરી તેમની ફરજ અચૂક બજાવવાની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. આ ઉપરાંત અચૂક મતદાન કરવાની પ્રતિજ્ઞાની પત્રિકાનું વિતરણ પણ કરવામાં આવ્યું હતુ. આણંદ જિલ્લામાં સ્વીપ અંતર્ગત મતદાર જાગૃતિના કાર્યક્રમો યોજાઈ રહયાં છે. જે અન્વયે આજ દિન સુધીમાં અંદાજીત 50 હજાર કરતાં વધારે વ્યક્તિઓએ મતદાન અચૂક કરવા માટેના શપથ લીધા છે.

અન્ય સમાચારો પણ છે...