ઘરે જઇને જોયું તો રુપિયા ગાયબ:આણંદમાં વેપારીએ કારના ડ્રોઅરમાં મુકેલા રૂપિયા અઢી લાખ રોકડા લઇ અજાણ્યો શખ્સ ફરાર

આણંદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક

આણંદ શહેરના સલાટીયા રોડ પર રહેતા વેપારીએ તેની કારના ડ્રોઅરમાં રોકડા રૂ.અઢી લાખ મુક્યાં હતાં. જે કોઇ અજાણ્યો શખ્સ ચોરી કરી લઇ ગયો હતો. આ અંગે ઘરે પહોંચ્યાં બાદ વેપારીને જાણ થતાં તેઓએ તુરંત પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

આણંદ શહેરના સલાટીયા રોડ પર આવેલી હાલાણી હાઈટ્સમાં રહેતા શાહબુદ્દીન અલ્લાઉદ્દીન વઢવાણીયા શાકભાજીનો વેપાર કરે છે. તેઓએ 9મી જાન્યુઆરીના રોજ વેપાર અર્થે આવેલા રોકડા રૂ.અઢી લાખ તેમની કારના ડ્રોઅરમાં મુક્યાં હતાં. બાદમાં તેઓ ઘરે જવા નિકળ્યાં હતાં. જોકે, મોડી રાત્રે ઘરે પહોંચ્યા તે સમયે તેમની કારના ડ્રોઅરમાંથી રોકડા રૂ.અઢી લાખ જોવા મળ્યાં નહતાં. આથી, તેઓ ચોંકી ગયા હતા અને આમતેમ તપાસ કરવા છતા મળી આવ્યાં નહતાં. આખરે આ અંગે શહેર પોલીસ મથકે જાણ કરતા પોલીસે રૂ.અઢી લાખની ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ.ડી. પુવારને સોપી છે.

અન્ય સમાચારો પણ છે...