તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આત્મહત્યા:આણંદમાં કજીયા-કંકાસથી કંટાળી યુવકનો ગળેફાંસો ખાઈ આપઘાત

આણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી

આણંદ શહેરમાં બે દિવસ અગાઉ પત્નીના વિરહમાં બે પુત્રીઓને શ્વાસ રૂંધાવી મારી નાંખી, પોતે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેવાની ઘટનાની શાહી હજુ સુકાઈ નથી ત્યાં વધુ એક આપઘાતનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. જેમાં સીપી કોલેજ સામે રહેતા યુવકે ઘરકંકાસને પગલે દોરીનો ગાળીયો બનાવી ગળેફાંસો ખાઈ લીધો હતો.પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આણંદ શહેરમાં નાની ખોડીયાર વિસ્તારમાં 40 વર્ષીય જીતેન્દ્રભાઈ વિનોદભાઈ પ્રજાપતિ પત્ની લક્ષ્મી અને બે પુત્ર અરૂણ અને વિશાલ સાથે રહેતા હતા.

તેઓ સી.પી. કોલેજ નજીક કનૈયાલાલ દાબેલીવાળાના નામથી દાબેલીનો વ્યવસાય કરી જીવન ગુજરાન ચલાવતા હતા. જીતેન્દ્રભાઈ પ્રજાપતિને છેલ્લા કેટલાક સમયથી પત્ની અને બે પુત્ર સાથે કજીયા-કંકાસ ચાલી રહ્યો હતો. રોજ રોજનાં કજીયા-કંકાસથી કંટાળી ગયેલા જીતેન્દ્રભાઈ પ્રજાપતિ આણંદ શહેરમાં સી.પી.કોલેજ વિસ્તારમા રહેતાં પોતાનાં માતા શાંતાબેન અને પિતા વિનોદભાઈ સાથે રહેવા આવી ગયા હતા. દરમિયાન, બુધવારે સવારે દાબેલીનું કામ કરવા ઉપર ગયેલા જીતેન્દ્રભાઈ નીચે ન આવતાં માતાએ તપાસ કરી હતી.

જેમાં તેઓએ ઘરના બીજા માળે આવેલા રૂમમાં પંખા નજીકના હુક સાથે પ્લાસ્ટિકની દોરી વડે ગાળીયો બનાવી ગળે ફાંસો ખાઇ જીવન ટુંકાવી લીધું હતું. આ બનાવમાં મૃતક પાસેથી અંત્તિમચિઠ્ઠી મળી આવી હતી. જે પોલીસે કબ્જે લઈ તપાસ હાથ ધરી છે.કોરોના કાળ દરમિયાન નાના વેપાર ધંધા ધરાવતા તેમજ સામાન્ય નોકરી કરતા લોકોને ભારે ફટકો પડ્યો છે. ત્યારે જીવન ગુજારવું મુશ્કેલ બન્યુ હોવાથી ચરોતરમાં આત્મહત્યાના બનાવો વધી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...