તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોનાનો કહેર:આણંદમાં 1 દિવસમાં જ 16 પોઝિટીવ સાથે જિલ્લામાં વિક્રમી 37 કેસ નોંધાયાં

આણંદ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બોરસદ-13, ઉમરેઠ-4,ખંભાત,સોજિત્રા, તારાપુર, આંકલાવમાં અેક કેસ

આણંદ જિલ્લામાં કોરોના સંક્રમણની સ્થિતી દિવાળી બાદ દિન પ્રતિદિન ગંભીર થતી જાય છે. દિવાળી બાદ સતત કોરોના પોઝિટીવ દર્દીઆેનો આંક ચિંતાજનક રીતે વધતો જાય છે. ત્યારે શુક્રવારે જાણે જિલ્લામાં કોરોનાનો ટાઈમ બોમ્બ ફુટ્યો હોય તેમ અધધ.. 37 જેટલા નવા કોરોના પોઝિટીવ દર્દીઆે નોધાયા છે. જેમાં આણંદ શહેર સહિત તાલુકામાં 16 કેસો, બોરસદ શહેર સહિત તાલુકામાં 13 કેસો, ઉમરેઠમાં 4 કેસો, ઉપરાંત ખંભાત, સોજિત્રા, તારાપુર, આંકલાવમાં અેક-અેક કોરોના પોઝિટીવ દર્દીઆે નોધાયા છે. જેને લઈને આણંદ જિલ્લાનો કુલ આંક 1825 પર પહોંચ્યો છે.

આણંદ શહેર સહિત જિલ્લામાં કોરોનાના સ્થાનિક સંક્રમણની સ્થિતી બીજા તબક્કામાં આવી ગઈ છે. જેને લઈને તેની ગતિ બુલેટ ટ્રેનની માફક છેલ્લા પાંચ દિવસમાં 132 કેસો નોધાતાં. આણંદ જિલ્લાના આરોગ્ય વિભાગમાં દોડધામ મચી જવા પામી છે.આમ શુક્રવારે આણંદ શહેર સહિત જિલ્લામાં સૌ પ્રથમ વાર કોરોનાના 37 નવા દર્દીઆે નોધાયા હતાં. જેમાં આણંદ શહેરના યોગીકૃપા રાધીકા પાર્કમાં રહેતાં 73 વર્ષના વૃદ્વા, એ.વી.રોડ પર રહેતાં 58 વર્ષના આધેડ તેમજ 32 વર્ષ યુવક, આણંદના વિદ્યાનગરમાં રહેતાં 56 વર્ષની મહિલા, નાવલી ગામમાં રહેતાં 64 વર્ષ વૃદ્વા, તેમજ 35 વર્ષના યુવક, વાસદ ગામે રહેતાં 60 વર્ષના વૃદ્વ તેમજ 73 વર્ષના વૃદ્વ, ઉપરાંત 74 વર્ષના વૃદ્વ, કરમસદમાં રહેતાં 49 વર્ષની મહિલા તેમજ 13 વર્ષના કિશોર, જીટોડીયા ગામે રહેતાં 31 વર્ષના યુવક, તેમજ ખંભોળજ ગામે રહેતાં 55 વર્ષના આધેડનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. ઉપરાંત બોરસદ શહેર સહિત તાલુકામાં 13 કેસ, ઉમરેઠમાં 4, ખંભાતમાં 1, સોજિત્રામાં 1, આંકલાવ અને તારાપુરમાં પણ અેક- એક કેસો નોધાયા છે. આમ શુક્રવારે જિલ્લામાં સૌ પ્રથમ વખત 37 કેસો નોધાતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઈ છે. બીજી તરફ આણંદ જિલ્લામાં 1813 રેપીડ અેન્ટીજન્સી ટેસ્ટ કરવામાં આવ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...