તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

કાર્યવાહી:આણંદમાં જમીન દલાલને માર મારી અપહરણ કરીને ભાગેલા 5 ઝડપાયા

આણંદ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અગાઉ થયેલા ઝઘડાની ફરિયાદ કર્યા બાદ તેમાં સમાધાન કરવા દબાણ કરાતું હતું

નડિયાદ તાલુકાના કણજરી ગામમાં રહેતા વિકાસભાઈ ધનજીભાઈ ફટાણીયા જમીન દલાલીનું કામકાજ કરે છે. થોડા સમય અગાઉ વિકાસભાઈ ફટાણીયાને આણંદ ખાતે રહેતા મનોજ મારવાડીના ભાઈ અલ્પેશ મારવાડી સાથે મોબાઈલ રિચાર્જ બાબતે ઝઘડો થયો હતો. આ ઝઘડાની ફરિયાદ થઈ હતી. જોકે, તેની અદાવત રાખીને મનોજ મારવાડીએ ગોધરા ખાતે રહેતા પોતાના ઓળખીતાઓને બોલાવ્યા હતા. અને શુક્રવારે રાત્રે 10 વાગ્યે આણંદ શહેરના ભગતસિંહના સ્ટેચ્યુ પાસે આવેલી નવી પાણીની ટાંકી પાસેથી વિકાસભાઈ ફટાણીયાને બોલાવ્યા બાદ લાકડાના દંડા, ફાઈબરની પાઈપ, લોખંડની પાઈપો મારીને ઉચકીને ઈકો કારમાં અપહરણ કર્યું હતું. બનાવની જાણ આણંદ કંટ્રોલરૂમને કરવામાં આવતા તુરંત જ પોલીસકાફલો સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસ દ્વારા તુરંત જ નાકાબંધી કરાવી પીડિતનું લોકેશન, સીસીટીવી કેમેરાના ફૂટેજ અને આરોપીઓની ભાળ મેળવવાના પ્રયાસ હાથ ધરાયા હતા. બીજી તરફ પાંચેયશખ્સોએ અપહૃત વિકાસને કારમાં પણ માર માર્યો હતો. જેને કારણે બેભાન થયેલા વિકાસને ડાકોર પહેલા ત્રણ કિલોમીટર દૂર રસ્તામાં કારમાંથી ફેંકી દીધો હતો. અને પાંચેય શખ્સો કાર લઈને ફરાર થઈ ગયા હતા. બીજી તરફ લોકેશનના આધારે પીછો કરી રહેલી પોલીસને વિકાસભાઈ ઈજાગ્રસ્ત હાલતમાં મળતાં તેમણે તુરંત જ તેને હોસ્પિટલમાં રવાના કર્યા હતા. અને કારનો પીછો જારી રાખી ડાકોર પાસેથી દબોચી લીધા હતા. તેમના નામ-ઠામ પૂછતાં વિજય મારવાડી, ગોપાલ કાંતિભાઈ મારવાડી, ભાવિન ઉર્ફે સન્ની મારવાડી, સંજય ઉર્ફે પંછી પરમાર (તમામ રહે. ગોધરા) તેમજ મનોજ મારવાડી (રહે. આણંદ) હોવાનું ખૂલ્યું હતું. પોલીસ દ્વારા તમામની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે બધા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરવામાં સક્ષમ રહેશો. તમારી ગુપ્ત પ્રતિભા લોકો સામે ઉજાગર થશે. જેનાથી તમારો આત્મવિશ્વાસ વધશે તથા માન-સન્માનમાં પણ વૃદ્ધિ થશે. ઘરની સુખ-સુવિધાને લગતી વસ્તુઓની...

વધુ વાંચો