• Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • In Anand, A Gay Youth Robbed A Middle aged Man By Downloading A Video, After Coming In Contact On Social Media, The Middle aged Man Was Invited To Enjoy Solitude.

સમલૈગિક સંબંધના શોખે આધેડની આબરૂ લીધી:આણંદમાં સમલૈગીક યુવકે આધેડનો વીડિયો ઉતારી લૂંટી લીધો, સોશિયલ મીડિયાથી સંપર્કમાં આવ્યાં બાદ આધેડને એકાંત માણવા બોલાવ્યો હતો

આણંદ16 દિવસ પહેલા
  • સુરેન્દ્રનગરના ચાર શખસની ધરપકડ, એક ફરાર

આણંદ શહેરમાં સંબંધીના ઘરે આવેલા આધેડ વ્યક્તિને સમલૈગીક યુવકે કરમસદની હોટલમાં બોલાવી એકાંત માણવાની લાલચ આપી વીડિયો ઉતારી લીધો હતો. બાદમાં આ વીડિયો થકી તેના સાથીદારો સાથે આધેડ પાસેથી રોકડ અને સોનાની ચેઇન સહિત મુદ્દામાલ લૂંટી લીધો હતો. આ મામલો આણંદ શહેર પોલીસ મથકે પહોંચતાં પોલીસે ગુનો સુરેન્દ્રનગરના ચાર શખસની ધરપકડ કરી હતી.

હોટલમાં એકાંતમાં મળવાનું નક્કી કર્યું
આણંદ નાયબ પોલીસ અધિક્ષક બી.ડી. જાડેજાએ જણાવ્યું હતું કે, ખાનગી કંપનીમાં નોકરી કરતાં અને થોડા સમય પહેલા આણંદ સંબંધીના ઘરે આવેલાં 53 વર્ષિય આધેડના મોબાઇલ પર 23મી જુલાઇ,2022ના રોજ સોશિયલ મીડિયાના એપ પર કોઇ લવ મેચ્યોર નામની વ્યક્તિએ મેસેજ કર્યો હતો. આ મેસેજનો આધેડે રીપ્લાય આપ્યો હતો, થોડી વાતચીત બાદ આધેડે પોતાનો નંબર પણ આપ્યો હતો. આ નંબર લવ મેચ્યોર એકાઉન્ટ પરની વ્યક્તિએ વીડિયો કોલ કર્યો હતો. જોકે, કોલ દરમિયાન તે શખસ યુવક હતો. બાદમાં આધેડે થોડીઘણી તેમને લગતી વાતચીત કરી હતી. જેમાં યુવક ગે હતો અને સમલૈંગિક સંબંધની ઓફર કરી હતી. જેથી લાલચમાં આવેલા આધેડે એક હોટલમાં એકાંતમાં મળવાનું નક્કી કર્યું હતું.

ચાર શખસો રૂમમાં જબરદસ્તી ઘુસી આવ્યાં
આ દરમિયાન સ્થળ નક્કી થયા મુજબ આધેડ રાત્રિના સાડા આઠેક વાગ્યાના સુમારે કાર લઇને કરમસદ રોડ પર આવેલી હોટલમાં ગયાં હતાં. જ્યાં પહેલેથી જ હાજર યુવક તેને હોટલના પાછળના દરવાજાથી ખાસ રૂમમાં લઇ ગયો હતો. આ રૂમમાં ગયા બાદ આધેડ અને યુવકે કપડાં ઉતાર્યાં હતાં. પરંતુ હજુ તેઓ આગળ વધે તે દરમિયાન ડોરબેલ વાગતા બન્ને ચોંકી ગયાં હતાં અને કપડાં પહેરી લીધાં હતાં. આ સમયે આધેડે દરવાજો ખોલતાં જ ચાર શખસો રૂમમાં જબરદસ્તી ઘુસી આવ્યાં હતાં અને રૂમના ટેબલ પર સંતાડીને મુકેલો મોબાઇલ ફોન કાઢી તેમાં ઉતારેલા અશ્લીલ વીડિયો બતાવ્યાં હતાં. જે જોઇ આધેડ હેબતાઈ અને ગભરાઇ ગયાં હતાં.

અશ્લીલ વીડિયો વાયરલ કરવાની ધમકી આપી
આધેડ સકંજામાં બરોબર ફસાઈ ગયો જાણી ચારેય શખસે આધેડને પકડીને રૂ.પાંચ લાખની માગણી કરી હતી. જો પાંચ લાંખ નહીં આપે તો તારા અશ્લીલ વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ કરી દઇશ તેવી ધમકી પણ આપી હતી. આ ઉપરાંત બારીમાંથી બહાર ફેંકી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ સમયે આધેડ કશું કરી ન શકતાં ચારેય શખસોએ ગળામાં પહેરેલી સોનાની ચેઇન, રોકડા રૂ.4500ની લૂંટ ચલાવી હતી. આ ઉપરાંત બે દિવસમાં રૂ.પાંચ લાખની વ્યવસ્થા કરી દેજે તેમ જણાવી ભાગી ગયાં હતાં.
એક શખસ ભાગી જવામાં સફળ થયો
આ બનાવ સંદર્ભે આધેડે પરિસ્થિતિનો સ્વીકાર કરી વધુ લૂંટાવુ તેના કરતાં પોલીસને જાણ કરી બચી શકાય તો બચી જવુંનો વિચાર કરી તુરંત આણંદ શહેર પોલીસ મથકે ફરિયાદ આપતાં પોલીસે તપાસના ચક્રોગતિમાન કર્યાં હતાં. જેમાં સોમવારના રોજ આયોજનબદ્ધ રીતે ચાર શખસને પકડી પાડ્યાં હતાં. જ્યારે એક શખસ ભાગી જવામાં સફળ થયો હતો.

પોલીસે વધુ તપાસ હાથ ધરી
આણંદ શહેર પોલીસે આધેડની ફરિયાદ આધારે તપાસ કરી તેમાં સંડોવાયેલા શક્તિ મનોજ બાજીપુરા, તનવીર અહેમદ જુનેજા, નહેરૂ બહાદુર રબારી (રહે.ત્રણેય સુરેન્દ્રનગર) તેમજ આસિફ લિયાકત અંતાણી (રહે.બોટાદ)ને પકડી પાડ્યાં હતાં. જોકે, કુલદીપ દીપક ઝારોલા (રહે. સુરેન્દ્રનગર) ફરાર થઇ ગયાં હતાં. પ્રાથમિક તપાસમાં પોલીસે તેમની પાસેથી કાર જપ્ત કરી હતી. આ કારમાં ત્રણ ધારદાર છરાં મળી આવ્યાં હતાં. આ શખસો ચોરી, લૂંટ સહિતના ગુનામાં સંડોવાયેલાં હોવાનું ખુલ્યું છે.જોકે વધુ તપાસ હજુ ચાલુ છે.
સમલૈગીક સંબંધો રાખવા માંગતા શોખીનોને આકર્ષતા હતાં
પોલીસ સૂત્રોના જણાવ્યાંનુસાર, સુરેન્દ્રનગરના પાંચેય શખસ છેલ્લા કેટલાક સમયથી સક્રિય થયાં હતાં. તેઓ રીઢા ચોરી, લૂંટ સહિતના ગુનામાં સંડોવાયેલા છે. તેઓએ આ નવો કિમિયો અજમાવ્યો હતો. સોશ્યલ મીડિયા પર સમલૈગીંક એપ બનાવી તેના શોખીનો શોધતાં હતાં. બાદમાં યુવક સાથે શારીરિક સુખની લાલચ આપી હોટલમાં બોલાવતાં હતાં અને વીડિયો ઉતારી લૂંટી લેતાં હતાં. આ ગેંગે આવા અનેક વ્યક્તિ સાથે આ મોડસ ઓપરેન્ડીથી નાણાં પડાવ્યાં હોવાની શંકા છે. જે સંદર્ભે તેમની પુછપરછ કરવામાં આવશે.

હોટલ માલીક કે સંચાલક પણ શંકાના દાયરામાં
​​​​​સુરેન્દ્રનગરની ગેંગે આધેડને હોટલ પર બોલાવ્યાં બાદ પાછલા બારણાથી રૂમમાં લઇ ગયાં હતાં. બાદમાં હોટલની રૂમમાં લઇ જઇ ટેબલ નીચે છુપાવેલા મોબાઇલમાં ક્લીપીંગ ઉતારી લીધી હતી. આમ આ સમગ્ર ઘટનામાં હોટલ સંચાલક પણ શંકાના દાયરામાં આવી ગયાં છે. અજાણી વ્યક્તિને પાછળના બારણે કેવી રીતે જવા દે ? અથવા પહેલેથી જ પ્લાન હતો, માટે આગળના દરવાજા સીસીટીવી કેમેરાના ફુટેજમાં પકડાય તેવો ભય હતો. આથી, આ પ્લાનીંગમાં ક્યાંક હોટલ સંચાલક પણ શંકાના દાયરામાં આવી ગયાં છે.

અન્ય સમાચારો પણ છે...