તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:આણંદમાં જાહેરનામાનો ભંગ કરી વેપાર કરતા આઠ વેપારીઓ સામે ગુનો નોંધાયો

આણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તમામ સામે ટાઉન પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી

આણંદ શહેરમાં કોરોન મહામારીને લઈને રાજ્ય સરકાર અને કલેકટર દ્વારા દુકાનો ખોલવા પર નિયંત્રણ મુકી તેમજ રાત્રીના 8 થી સવારના 6 દરમિયાન કરફ્યૂ જાહેર કર્યો હોવા છતાં જાહેરનામાનો ભંગ કરતા આઠ વેપારીઓ વિરુદ્ધ આણંદ ટાઉન પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

પોલીસે જાહેરનામા ભંગનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી

આણંદ શહેરમાં આણંદ સુપર માર્કેટમાં સુહાગ ટોપ સીલેકશન દુકાન ખુલ્લી રાખી રાજ્ય સરકાર અને જીલ્લા મેજીસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કરતા મુનાફભાઈ ઐયુબભાઈ વ્હોરા રહે. પોલસન ડેરી રોડ ગલી નં. 4 વિરુદ્ધ આણંદ ટાઉન પોલીસે જાહેરનામા ભંગનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

આણંદ સુપર માર્કેટ પાસે શીલ્પા સાડી સેન્ટર નામની દુકાન ખુલ્લી રાખી વેપાર કરતા તૌફીકભાઈ સલીમભાઈ વ્હોરા રહે. આવકાર સોસાયટી સો ફુટ રોડ આણંદ વિરુદ્ધ આણંદ ટાઉન પોલીસે જાહેરનામા ભંગનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

લોટીયા ભાગોળ વિસ્તારમાં ક્રિશ્નાપુજન કોમ્પલેક્ષમાં પદમાવતી ટ્રેડીંગ નામની દુકાન ખુલ્લી રાખી સીમેન્ટ તથા પમ્પીંગ સામાનનું વેચાણ કરી અશોકભાઈ મનસુખલાલ શાહ વિરુદ્ધ પોલીસે જાહેરનામા ભંગનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી. તથા લક્ષ્મી ટોકીઝ ચાર રસ્તા સેમસંગ હાઉસ પાસે એકસલ કલેકશન નામની મોબાઈલ ફોનની દુકાન ખુલ્લી રાખતા શ્યામભાઈ સુરેશભાઈ રામરખયાણી તથા જુના બસ સ્ટેન્ડ પાસે આવેલ સાજન બુટ ઘર નામની દુકાન ખુલ્લી રાખી વેપાર કરતા અફઝલભાઈ ઉસ્માનભાઈ વ્હોરા, સાદીકભાઈ ઈમરાનભાઈ વ્હોરા, આમીરભાઈ સાદીકભાઈ વ્હોરા વિરુદ્ધ જાહેરનામા ભંગનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

આણંદ શહેરમાં રાત્રીના 8 થી સવારના 6 દરમિયાન રાત્રી કરફ્યુ હોવા છતાં આણંદ શહેરમાં ઈસ્માઈનગરના નાકે રાત્રીના સાડા આઠ વાગ્યાના સુમારે માહીરઅલી સૈયદઅલી સૈયદ માસ્ક પહેર્યા વિના ચાની લારી સાથે મળી આવ્યો હતો. જેથી પોલીસે રાત્રીના કરફ્યુનો ભંગ કરનાર માહીરઅલી સૈયદઅલી સૈયદ રહે. કસ્બામાં સામરખા વિરુદ્ધ જાહેરનામા ભંગનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...