દુષ્કર્મ:આણંદમાં 50 વર્ષીય આધેડનું 15 વર્ષીય સગીરા પર દુષ્કર્મ

આણંદ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • સગીરાની એકલતાનો લાભ લઇ ઘરમાં ઘૂસી ગયો હતો

આણંદ શહેર પાસે આવેલા એક ગામમાં રહેતી 15 વર્ષીય સગીરાની એકલતાનો લાભ લઈ 50 વર્ષીય અાધેડ તેના ઘરમાં ઘુસી ગયો હતો અને તેણીનું મોઢું દબાવી તેની મરજી વિરૂદ્ધ દુષ્કર્મ ગુજાર્યું હતું. આ મામલે તેણીની માતાની ફરિયાદના આધારે આણંદ ગ્રામ્ય પોલીસે આધેડ વિરૂદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધી તેની ધરપકડ કરી લીધી છે.

આણંદ પાસેના એક ગામમાં રહેતી સગીરાના માતા-પિતા શુક્રવારે મજૂરીકામે ગયા હતા. દરમિયાન, સવારે સાડા દસ વાગ્યે તેણી ઘરે એકલી હતી. આ અંગેની જાણ સામરખા ગામમાં રહેતા કનુ ઉર્ફે રાણો બબુ રાઠોડને થતાં જ તે તેના ઘરમાં ઘુસી ગયો હતો. સગીરા કંઈ સમજે વિચારે તે પહેલાં જ તેણે તેણીનું મોઢું દાબી દીધું હતું અને તેની સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું. આ ઘટના બાદ આધેડ ત્યાંથી ફરાર થઈ ગયો હતો.

બીજી તરફ સગીરા સમગ્ર ઘટનાને લઈ ખૂબ ડરી ગઈ હતી. સાંજના સમયે તેની માતા ઘરે આવતાં ડરેલી સગીરાએ સમગ્ર હકીકત જણાવી હતી. જેને કારણે તેની માતાએ આધેડ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા ગ્રામ્ય પોલીસે દુષ્કર્મની કલમ હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...