ઘેરથી જ મતદાન:આણંદમાં 9 વૃદ્ધ-4 દિવ્યાંગો ઘેરથી જ મતદાન કરશે

આણંદ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચૂંટણી પંચ દ્વારા વીડિયો ગ્રાફી કરવામાં આવશે

આગામી 5મી ડિસેમ્બર વિધાનસભાની ચુંટણી યોજાનાર છે.ત્યારે આણંદ વિધાનસભા મતદાર વિસ્તારમાં ચુંટણી વિભાગે વયોવૃધ્ધ અને દિવ્યાંગ મતદારોની ઘરે જઇને મતદાન મથકો ઉભા કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.

ત્યારે આણંદ વિધાનસભા હસ્તક ચુંટણી પંચની ગાઇડ લાઇન મુજબ કોઇ વ્યકિત મતદાનથી વંચિત રહી ના તે માટે મતદાનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હોવાથી 9 વૃધ્ધ અને ચાર દિવ્યાંગોના ઘરે જઇને મતદાન કુટિર ઉભી કરીને ગુપ્તતા જળવાઇ તે રીતે મતદાન હાથ ધરવામાં આવશે તેમ આણંદ ચુંટણી વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું.

પ્રાપ્ત માહિતી મુજબ ચુંટણી વિભાગ દ્વારા ચુંટણી લક્ષી કામગીરીઓને અત્યારથી આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.જેના ભાગરૂપે આણંદ વિધાનસભા હસ્તક આવેલા વૃધ્ધજનો અને દિવ્યાંગ મતદારો માટે સર્વે કરવામાં આવતાં 9 વૃધ્ધો અને 4 દિવ્યાંગ મતદારોએ ફોર્મ 12 ડી ભરીને ઘરે મતદાન વ્યવસ્થા ઉભી કરવા બીએલઓને જણાવવામાં આવ્યું હતું.

જેની મંગળવારે ચૂંટણી પ્રક્રિયા શરૂ કરવામાં આવી દીધી છે.સૌ પ્રથમ માઇક્રો ઓબર્ઝવર સહીત ટીમો બનાવીને વીડીયો ગ્રાફી સાથે ઘેર ઘેર મતદાન પ્રક્રિયા હાથ ધરવા એકશન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે.આગામી બે દિવસો ઘરે જઇને વૃધ્ધજનો અને દિવ્યાંગ માટે મતદાન કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવશે. તેમ આણંદ જીલ્લા ચુંટણી વિભાગના સુત્રોએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...