કોરોના અપડેટ:આણંદમાં કોવિડના 4 કેસ નોંધાતા કુલ આંક 28 થયો

આણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • છ દર્દીઓ સ્વસ્થ થતાં રજા અપાઈ

આણંદ જિલ્લામાં સોમવારે વધુ 5 કોરોના પોઝિટીવ કેસ નોંધાયા છે. જયારે 6 દર્દીઓ કોરોનામાંથી સ્વસ્થ થતાં રજા અપાઇ છે. જયારે હાલમાં 27 દર્દીઓ હોમ આઇસોલેશન હેઠળ અને 1 દર્દી હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યાં છે. જયારે 976 લોકોને વેક્સિન અાપવામાં આવી છે.આણંદ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા આણંદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારના પીએચસી કેન્દ્ર તથા શહેરના અર્બન હેલ્થ સેન્ટરમાં કોરોનાની સારવાર માટે જરૂરી તમામ દવાઓનો જથ્થો સ્ટોક ઉપલબ્ધ રાખવામાં આવ્યો છે. આ ઉપરાંત આરટીપીસીઆર ટેસ્ટ અને રેપીડ ટેસ્ટ માટે કીટ પહોંચાડવામાં આવી છે.

આરોગ્ય વિભાગ દ્વારા છેલ્લા એક માસમાં વેક્સિન ડોઝ બાકી હોય તેવા લોકોનો સંપર્ક કરીને પીએચસી કેન્દ્ર પર બોલાવીને 40 હજારથી વધુ લોકોને વેક્સિન આપવામાં આવી છે. પ્રથમ ડોઝ 18.93 લાખ લોકોને અને બીજો ડોઝ 19.40 લાખ લોકોને આપવામાં આવ્યો છે. આમ અન્ય જિલ્લામાંથી 47 હજાર લોકોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. જયારે પ્રિકોશન ડોઝ 1.75 લાખ લોકોને આપવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...