મતદાર યાદી સુધારણા:આણંદમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં 2.25 લાખ અરજી મળી

આણંદ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • નામ નોંધણી માટેની 20 હજાર અને સુધાર માટે 18 હજાર અરજી

આગામી વિધાનસભાની ચૂંટણી નજીક યોજનાર છે.ત્યારે આણંદ જિલ્લા ચૂંટણી વિભાગ દ્વારા મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતિમ તબક્કા છે.ત્યારે છેલ્લા ત્રણ સપ્તાહમાં મતદારી યાદી સુધારણા માટે કુલ 2,25,594 અરજી આવી છે.જેમાં સૌથી વધુ અરજીઓ આધારલીંક કરવા માટે 1,82,367 મળી છે. જ્યારે નવા નામ ઉમેરવા માટે 20 હજાર અરજી મળી છે. જેથી જયારે વિદેશ રોજગાર કે અભ્યાસ અર્થે ગયેલા લોકોએ મતઅધિકાર મેળવવા માટે એક અરજી મળી નથી.

આણંદ જિલ્લા નાયબ ચૂંટણી અધિકારી લલીતભાઇ પટેલે જણાવ્યું હતું કે, શનિવાર સુધીમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ દરમિયાન કરવામાં આવેલી કામગીરી વિગતો આપતાં જણાવ્યું હતું કે, હાલમાં જિલ્લામાં 8,90,455 પુરૂષ, 8,45,982 સ્ત્રી અને 117 અન્ય મળી કુલ 17,36,554 મતદારો અને 542 સર્વીસ મતદારો છે. મતદાર યાદી સુધારણા દરમિયાન જિલ્લાની 7 વિધાનસભા બેઠકો ઉપર 18 થી 19 વર્ષની વયના 10,340 અને20 થી 29 વર્ષની વયના 8630 તથા અન્ય મળી કુલ 20,029 ફોર્મ-6 અને 1,82,367 ફોર્મ 6-બી, તેમજ 4,563 ફોર્મ-7 અને 18,635 ફોર્મ-8 મળી કુલ 2,25,594 ફોર્મ સ્વીકારવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...