તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાની રસી:આણંદમાં 1.42 લાખ સિનિયર સિટીઝને વેક્સિન લીધી

આણંદ10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • આણંદ તાલુકામાં સૌથી વધુ 45427 સિ. સિટીઝનોએ કોરોનાની રસી લીધી

રાજ્યભરમાં ગત 1 અપ્રિલ 2021 થી45 વર્ષથી વધુ વયનાં તમામ નાગરીકો ને કોરોનાની રસી આપવાની શરૂઆત કરવામાં આવી રહી છે.

આણંદ જિલ્લાના 8 તાલુકામાં 60 વર્ષથી મોટી ઉંમરના 210264 લોકો છે. આ સિનિયર સિટીઝનોને કોરોનાની રસી મળી રહે તે માટે જિલ્લા કલેકટર આર.જી.ગોહિલ અને જિલ્લા વિકાસઅધિકારી આશિષકુમારના માર્ગદર્શન હેઠળ આણંદ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા ગત 1લી માર્ચથી સિનિયર સિટીઝનોને કોરોનાની રસી આપવામાં આવી રહી છે. જેમાં અત્યાર સુધીમાં એટલે કે સુધીમાં 142226 સિનિયર સિટીઝનોને કોરોનાની રસીનો પ્રથમ ડોઝ અપાઇ ગયો છે. જ્યારે બાકીના સિનિયર સિટીઝનોને કોરોનાની રસી આપવાની કામગીરી ચાલુ છે.આ રસીકરણમાં સૌથી વધુ આણંદ તાલુકામાં 45427 સિનિયર સિટીઝનોએ કોરોનાની રસી લીધી છે. જ્યારે આંકલાવ તાલુકામાં 10949,બોરસદ તાલુકામાં 18848,ખંભાત તાલુકામાં 20565,તારાપુર તાલુકામાં 4198,પેટલાદ તાલુકામાં 24848,સોજીત્રા તાલુકા માં 6483 અને ઉમરેઠ તાલુકામાં 10910 સિનિયર સિટીઝનોને કોરોનાની રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે.

કોરોનાની રસીનો પ્રથમ ડોઝ આપવાની શરૂઆત ગત 1 માર્ચથી કરવામાં આવી છે.આમ માત્ર એક મહીનામા 64 ટકા કામગીરી પૂર્ણ થઇ ગઇ છે.કોરોના રસીનો પ્રથમ ડોઝ લેનાર સિનિયર સિટીઝનોને બીજા ડોઝ માટે મોબાઇલ નંબર પર એસએમએસથી જાણ કરવામાં આવશે. ત્યારબાદ બીજો ડોઝ લેવાનો રહેશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો