બેઠક:અમૂલની ચૂંટણીમાં પેટલાદના તેજસ પટેલ પશુપાલકોને પડખે

આણંદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પેટલાદ બેઠક પર જામેલો જંગ, સૌની નજર આ બેઠક પર

અમૂલ ડેરીની ચૂંટણી માટે શનિવારે મતદાન યોજાશે ત્યારે 11 બેઠકના તમામ ઉમેદવારો જીતવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યાં છે. અમૂલ ડેરીમાં 2015થી ડિરેકટરપદે રહેલા અને પેટલાદના સહકારી તેજસ પટેલ સદાય પશુપાલકોની પડખે રહીને લાભ અપાવ્યા છે. પેટલાદ બેઠક પર તેજસ પટેલ અને વિપુલ પટેલ વચ્ચે જંગ જામ્યો છે. કેટલાંક સહકારી આગેવાનો મેદાન પડયા છે.ત્યારે સદાય પશુપાલકોની પડખે રહેલા તેજસ પટેલ જોરદાર લડત આપી રહ્યા છે. છેલ્લા 5 વર્ષથી ડિરેકટર છે. તેમજ પેટલાદ ખેતીઆવી ઉત્પન્નબજાર સમિતિના ચેરમેન પદે રહીને ખેડૂતોની સેવા કરી રહ્યાં છે.તેજસ પટેલ સભાસદોની તમામ રજૂઆત ચેરમેન સુધી પહોંચાડીને તેમના પ્રશ્ન હલ કર્યા છે.

પશુપાલકોને દૂધના પોષણક્ષમ ભાવ અપાવા તથા પશુઓ માટે કલોટીયુકત દાણ યોગ્ય ભાવ મળી રહે તે માટે લડત ચલાવીને ન્યાય અપાવ્યો છે. તાલુકાની દૂધ મંડળીઓમાં માઇક્રો એ.ટી.એમની વ્યવસ્થાઓ ઉભી કરી દૂધ મંડળીઓને સરકારના પ્રવર્તમાન ટી.ડી.એસ નિયમ અનુસાર કપાત ન થાય અને તેનો લાભ સભાસદોને દૈનિક રોકડા નાંણા મળે અને શોષણ ન થાય તે માટે સતત લડતા રહીને પશુપાલકોની પડખે રહ્યાં છે. પેટલાદ બેઠક પર વિપુલ પટેલને સામે જોરદાર લડત આપી રહ્યાં છે. સહકારી ક્ષેત્રમાં જોડાઇને તેઓ ખેડૂતો અને પશુપાલકોને વધુ ને વધુ લાભ મળે તે માટે સરકાર વારંવાર રજૂઆત કરીને તેઓને ફાયદો થાય તેવા પ્રયાસો કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...