તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નશાયુક્ત પ્રદાર્થ:કાળુ ગામની વડીયાપુરા સીમમાંથી 18 કિલો ઉપરાંત 70 હજારની કિંમતનો પોષડોડાનો જથ્થો ઝડપાયો

આણંદ7 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શખ્સે પોતાના રહેણાંક મકાનમાં પોષડોડાનો માદક પદાર્થનો મોટો જથ્થો સંતાડીને રાખ્યો હતો

બોરસદ તાલુકાના કાળુ ગામની વડીયાપુરા સીમમાં આણંદની એસઓજી પોલીસે મળેલી બાતમીના આધારે છાપો મારી 18 કિલો 284 ગ્રામ પોષડોડાના જથ્થા સાથે એક શખ્સને ઝડપાયો છે.આ અંગે વિરસદ પોલીસ મથકે નારકોટીક્સ ડ્રગ્સ પદાર્થ અધિનિયમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર આણંદની એસઓજી પોલીસ મથકના પીઆઈ જી. એન. ચૌધરી, પીએસઆઈ કે. જી. ચૌધરી અને સ્ટાફ પેટ્રોલીંગમાં હતા ત્યારે તેઓને બાતમી મળી હતી કે કાળુ ગામની વડીયાપુરા સીમમાં રહેતો ઈશ્વરભાઈ સોમાભાઈ પરમાર માદક પદાર્થ પોષડોડાનો વેપાર કરે છે. જે શખ્સે પોતાના રહેણાંક મકાનમાં પોષડોડાનો માદક પદાર્થનો મોટો જથ્થો સંતાડીને રાખ્યો છે.

બાતમીના આધારે એસઓજી પોલીસે ઈશ્વરભાઈ પરમારના રહેણાંક મકાનમાં છાપો મારી ઘરની તપાસ કરતા ઘરના બીજા રુમમાં બે મીણીયા થેલામાંથી વનસ્પતીજન્ય માદક પોષડોડાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે તેનું વજન કરાવતા 18 કિલો 284 ગ્રામ કિં.રૂ. 69,994/- નું થયું છે. જેથી પોલીસે પોષડોડાનો જથ્થો તેમજ એક મોબાઈલ ફોન, ઈલેકટ્રીક વજન કાંટો કબ્જે લઈને એફએસએલ અધિકારીને બોલાવી પોષડોડાની તપાસ કરાવતા આ પોષડોડાનો જથ્થો માદક પદાર્થ હોવાનું જણાયું હતું. જેથી પોલીસે પોષડોડાનો જથ્થા સહિત રૂ.69,994/-નો મુદામાલ કબ્જે કરી આ બનાવ અંગે એસઓજી પોલીસે વીરસદ પોલીસ મથકે ઈશ્વરભાઈ સોમાભાઈ પરમાર વિરુદ્ધ નારકોટીક્સ ડ્રગ્સ પદાર્થ અધિનિયમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...