• Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • In A Village Of Borsad, A Child Was Molested And An Act Against Nature Was Committed, A Police Complaint Was Registered.

બાળકી પર દુષ્કર્મનો પ્રયાસ:બોરસદના એક ગામે આધેડે બાળકી સાથે છેડતી કરી સૃષ્ટી વિરૂદ્ધનું કૃત્ય આચર્યું, પોલીસ ફરિયાદ નોંધાઈ

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શખસે બાળકીને લાલચો આપી ઉંચકી ઘરે લઇ જઇ તેના પર જાતિય અત્યાચારની કોશીષ કરી

બોરસદના એક ગામે રહેતા 55 વર્ષિય આધેડે ગામની જ એક માસુમ આઠ વર્ષની બાળકીને હવસનો શિકાર બનાવી તેને ઘરે લાવી છેડછાડ કરી હતી. તેમજ સૃષ્ટી વિરૂદ્ધનું કૃત્ય આચર્યું હતું. આ ઘટનાના ઘેરા પડઘા પડ્યાં હતાં. ભાદરણ પોલીસે આધેડને પકડી મેડિકલ ટેસ્ટ માટે મોકલી આપ્યો હતો.

બોરસદ તાલુકાના એક ગામે રહેતો 55 વર્ષીય આધેડે ગામની આઠ વર્ષની બાળકી પર દૂષ્કર્મની કોશિષ કરી તેની સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય કર્યું હતું. આ શખસે એપ્રિલ અને મે માસ દરમિયાન બાળકીને લાલચો આપી ઉંચકી ઘરે લઇ જઇ તેના પર જાતિય અત્યાચારની કોશીષ કરી હતી. આ ઉપરાંત તેણે સૃષ્ટી વિરૂદ્ધનું કૃત્ય પણ કર્યું હતું. આધેડના આ વર્તનથી ગભરાયેલી બાળકી રડવા લાગતાં તેને મારી નાંખવાની ધમકી આપી હતી. આ અંગે બાળકીએ માતા-પિતાને વાત કરતાં તેઓ પણ ચોંકી ગયાં હતાં અને આ અંગે ભાદરણ પોલીસ શખ્સ વિરૂદ્ધ ગુનો નોંધી તેને મેડિકલ ટેસ્ટ માટે મોકલી આપવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...