કાર્યવાહી:41 લાખની ઠગાઈ કેસમાં પોલીસ 3 ગઠિયાના સ્કેચ તૈયાર કરાવશે

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સસ્તુ સોનું આપવાની લાલચ આપીને મહિલા સહિત ત્રણ જણે વડોદરાની મહિલાને નકલી સોનું પધરાવ્યું હતું

સસ્તુ સોનું આપવાની લાલચ આપીને મહિલા સહિત ત્રણ જણે વડોદરાની મહિલા સાથે રૂપિયા 41 લાખની ઠગાઈ કરી હતી. આ બનાવમાં મહિલા પાસેથી મોબાઈલ નંબર સિવાય અન્ય કોઈ ચોક્કસ માહિતી મળી નહોતી. આ અંગે વાત કરતાં વાસદ પોલીસ સ્ટેશનના પીએસઆઈ પી. જે. પરમારે જણાવ્યું હતું કે, વડોદરાના કારેલીબાગમાં રહેતી 37 વર્ષીય અર્ચનાબેન જશવંતભાઈ મકવાણાને વિશ્વાસમાં લઈ ત્રણ ગઠિયાઓએ પહેલાં સારૂં સોનું આપ્યા બાદ દોઢ કિલો સોનું સસ્તામાં આપવાની લાલચ આપીને તેને વાસદના વિવાન પાર્ટી પ્લોટ પાસે બોલાવ્યા હતા.

જ્યાં તેણીએ પોતાની બેંકમાંની તમામ બચત તોડીને તેમને રૂપિયા 41 લાખ આપ્યા હતા. તપાસ બાદ સોનું નકલી હોવાનું ખૂલ્યું હતું. તમામ હિન્દી ભાષા બોલતા હતા. જોકે, મહિલા પાસે તેમના મોબાઈલ નંબર સિવાય અન્ય કોઈ બાબત ઉપલબ્ધ નથી. અને તે પણ હાલ બંધ છે. જેને પગલે દિવાળી બાદ મહિલાને બોલાવી ત્રણેય ગઠિયાઓના સ્કેચ તૈયાર કરવામાં આવશે. આ સિવાય, ત્રણેયની ભાળ મેળવવા સીસીટીવી ફૂટેજ પણ ચકાસવામાં આવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...