તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હુમલો:મોગરમાં નજીવી બાબતે ત્રણ શખ્સોએ એક દંપતી પર હુમલો કરતા તંગીદીલી

આણંદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બાઇક સામસામે આવી જવા બાબતે થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું

આણંદના મોગર ગામે બે બાઇક સામસામે આવી જવાના મુદ્દે ત્રણ યુવકોએ દંપતીને મારમારી ગંભીર ઇજા પહોંચાડતા ગામમાં તંગદીલી વ્યાપી ગઈ હતી. આ અંગે વાસદ પોલીસ ત્રણેય સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ખેડાના વતની અને હાલ રામનગર ખાતે રહેતા નીમેષ અરવિંદભાઈ પટેલ ખેતી કરે છે અને ત્રણેક મહિનાથી પરિવાર સાથે રામનગરના ખેતરમાં મકાન બનાવી રહેવા આવ્યા છે. નીમેષ 8મી જુલાઇના રોજ મોગર ગયા હતા. જ્યાંથી પરિવાર સાથે પરત રામનગર આવવા નીકળ્યાં હતાં. તે દરમિયાન મોગર ગામના સીપાઇ વગામાં રહેતા ગની ભીખા મલેક તથા તેના ભાઈ શબ્બીર, સીકંદર બાઇક લઇને સામે આવતાં ત્રણેય જણા અપશબ્દ બોલ્યાં હતાં. જેથી નીમેષે અપશબ્દ બોલવાની ના પાડતા ઉશ્કેરાઈ ગયાં હતાં અને ઝઘડો કરવા લાગ્યાં હતાં.

સમયની નજાકત સમજી નીમેષ તેમના પત્ની સાથે ત્યાંથી નીકળી ગયાં હતાં. આ ઝગડા અંગે બપોરના કહેવા જતાં ત્રણેય ઉશ્કેરાઇ ગયાં હતાં. જેમાં ગનીએ લોખંડની પાઇપ નીમેષના માથામાં મારી દેતાં ગંભીર ઇજા પહોંચી હતી. આ ઉપરાંત સબ્બીર તથા સિકંદરે પણ લાકડીથી નીમેષને મારતા હાથ અને પગ પર ઇજા પહોંચી હતી. આ હુમલામાં વચ્ચે પડેલા નિમેષ ના પત્ની અલ્પાબહેનને પણ ડંડાથી હુમલો કર્યો હતો. આ અંગે નીમેષની ફરિયાદ આધારે વાસદ પોલીસે ગની, સબ્બીર અને સિકંદર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...