તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:જિલ્લાના 8 તાલુકામાં 79042 અરજીના નિકાલ થકી રૂ 4.18 લાખની આવક થઇ

આણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઓકટોમ્બર માસથી ગ્રામ પંચાયત ખાતે ઇ-ધરા હેઠળ વિવિધ કામગીરી

આણંદ જિલ્લામાં ઓકટોમ્બર 2020થી ગ્રામ્ય વિસ્તારના લોકોને જિલ્લા કે તાલુકા કક્ષાએ લાબુ ન થવું પડે તે માટે ગ્રામ પંચાયતમાં ઇ-ધરા કેન્દ્ર પર રેશનકાર્ડ, દાખલા, પ્રમાણપત્ર વગેરે ઓનલાઇન મળી શકે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી. જેમાં છેલ્લા 8 માસમાં જિલ્લામાં કુલ 82523 અરજી આવી હતી.જેમાંથી 79042 અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો છે.જયારે કોઇ કારણસર કે મોડીઆવેલી 3398 અરજીઓ હાલમાં પેન્ડીંગ રખાઇ છે. જયારે 83 અરજી કેન્સલ કરવામાં આવી છે. જેના થકી તંત્રને 4,18,195ની આવક થઇ છે. જેમાં સૌથી વધુ આણંદ તાલુકાના 40 ગામોમાંથી કુલ 21645 અરજી મળી હતી. જેમાંથી 21306 અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો છે.

આણંદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લોકોને સરકારની વિવિધ યોજનાઓ , તેમજ જરૂરી રેશનકાર્ડ, જરૂરી સુધારા,વધારા,આવકના દાખલા, જાતિના દાખલ સહિત નકલો લેવા માટે જિલ્લાકક્ષાએ લાંબુ થવું ના પડે તેમજ લોકોના સમય બચે તે હેતું થી જેતે ગ્રામ પંચાયતમાં ઓનલાઇન અરજીના નિકાલની વ્યવસ્થા કરવામાં આવી હતી. જેમાં આંકલાવ તાલુકામાં 1782માંથી 1593 અરજીઓનો નિકાલ થયો છે. બોરસદ તાલુકામાં 16819 અરજીઓમાંથી 15860 અરજીઓ નિકાલ થયો, ખંભાત તાલુકામાં 19665માંથી 19135 અરજી,પેટલાદમાં 9710માંથી 9182 અરજી,સોજીત્રામાં 6360માંથી 6039 અરજી,તારાપુરમાં 2502માંથી 2345 અરજી, ઉમરેઠમાં 4031માંથી 3582 અરજીઓ નિકાલ કરવામાં આવ્યો છે. જેના થકી તંત્રને 418195 લાખની ફી થકી આવક થઇ છે.

અન્ય સમાચારો પણ છે...