ઝુંબેશ:7 દિવસમાં 33 ગાય પકડી ઢોર ડબ્બે પૂરી, માત્ર 2નો દંડ ભરી છોડી જવાઇ

આણંદ7 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આણંદ નગર પાલિકાએ વધુ 5 રખડતા ઢોર પકડ્યાં

હાઈકોર્ટના રખડતા ઢોર અંગેના કડક વલણ બાદ આણંદ નગર પાલિકાએ હરકતમાં આવી જઈને રસ્તે રખડતી ગાયો પકડવાની ઝુંબેશ શરૂ કરી છે. ત્યારે રખડતી ગાયો પકડવા પાલિકાની ટીમો અને ઢોર પાર્ટી વચ્ચે ધર્ષણ થઈ રહ્યુ છે. આમ છતાંય પશુપાલકોના ભયના વચ્ચે આજે શહેરના માર્ગો પર રખડતી પાંચ ઢોર પકડયા હતા. પાલિકાઅે 7 દિવસમાં 33 ગાયો પકડી છે. જેમાંથી માત્ર બે પશુ પાલકો દંડ ભરીને છોડાવી જતાં ઢોર ડબ્બામાં હજી 31 ઢોરને પુરી રાખવામા આવ્યા છે.

પ્રાપ્ત માહિતી મુજબ આણંદ શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ સતત વધી રહ્યો છે. રસ્તા પર વાહન ચાલકો, રાહદારીઓ ઢોરના કારણે અકસ્માતનો ભોગ બની રહ્યા છે.આથી આણંદ પાલિકાની ટીમો દ્વારા સતત સાત દિવસથી ઢોર પકડવાની ઝુંબેશ ચાલી રહી છે.

તાજેતરમાં આણંદ- વિદ્યા નગર રોડ પર રખડતી ગાયને પકડીને ટ઼ેકટરમાં દોરડાથી બાંધી હોવા છતાંય એક પશુપાલકે ટીમો સામે દાદાગીરી કરીને દોરડુ છોડવાની કોશિશ કરી હતી. આ સમયે પાલિકાની ટીમોએ પોલીસ બોલાવી દેતા મામલો વધુ બિચકતો અટકી ગયો હતો.તેમજ રખડતી ગાયો પકડવાની કામગીરી હાથ ધરવામા આવતી વખતે 60થી વધુ પશુ પાલકો ટીમોની પાછળ દોડતા હોય છે.

આખરે પશુપાલકોના ભયની વચ્ચે શુક્રવારે પાલિકાની ટીમોએ લોટીયા ભાગોળ,ઈસ્માઈલ નગર સોસાયટી વિસ્તાર સહિત અન્ય વિસ્તારોમાંથી કુલ 5 જેટલી રખડતી ગાયો પકડીને ગણેશ ચોકડી ખાતેના ઢોર ડબ્બામાં પુરી દીધી હતી. જો કે બે પશુ પાલકો દંડ ભરીને છોડાવી જતાં ઢોર ડબ્બામાં કુલ 31 જેટલી રખડતા ઢોરને પુરી રાખવામાં આવ્યા હોવાનું આણંદ પાલિકાના સુત્રોએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...